વૃદ્ધોને પોલીસની મદદ:નખત્રાણાના રોહામાં જીવનસંધ્યા વૃદ્ધાશ્રમના 13 અંતેવાસીઓને પોલીસે વચન મુજબ આધારકાર્ડ બનાવી અપાવ્યા

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આધારકાર્ડ બની જતા હવે સરકારી યોજનાનો લાભ મેળવી શકશે

નખત્રાણા પોલીસ કર્મીઓ દ્વારા રોહા ગામે જીવન સંધ્યા વૃદ્ઘાશ્ર્મની મુલાકાત લેવામાં આવી હતી અને વૃદ્ધાશ્રમમાં જીવન ગાળતા અંતેવાસીની સમસયા જાણી હતી. આ દરમ્યાન વૃદ્ધોને સરકારી યોજનાનો લાભ મેળવા જરૂરી ડોક્યુમેન્ટ ના હોવાનું માલુમ પડ્યું હતું. તે માટે આ વૃદ્ઘોને સરકારની વિવિધ યોજનાના લાભ માટે જરૂરી ડોક્યુમેન્ટ જેમાં આધાર કાર્ડ રાસન કાર્ડ ઓળખ પત્ર સહિતના જરૂરી ડોક્યુમેન્ટ બનાવી આપવાની નખત્રાણા પોલીસ દ્વારા જવાબદારી લેવાઈ હતી. પોલીસે વચન મુજબ આધારકાર્ડ બનાવી અપાવ્યા છે.

આજે વૃદ્ધોને આધાર પુરાવા પુર્ણ કરવા માટે કુલ 13 જેટલા વૃદ્ધોને આધારકાર્ડ બનાવી આપવામા આવ્યા હતા. જેમાં નખત્રાણા પોલીસ જમાદાર મુકેશ સાધુની આગેવાની હેઠળ નખત્રાણાના મામદ કુંભાર રોહા તલાટી નિતાબેન ભીડે વગેરે સહયોગી બન્યા હતા.

આ કામગીરી કરાવી આપવા નખત્રાણા ડી.વાય.એસ.પી વી.એન. યાદવ પી.આઈ. બી.એમ. ચૌધરી મામલતદાર વી.કે. સોલંકી નાયબ મામલતદાર જાડેજા સહિતના અધિકારીઓ દ્વારા તતપરતા દાખવામા આવી હતી. વૃદ્ધોને જરૂરી સહાય પુરી પાડવાના પ્રયાસો પણ કરાયા હતા. આ કામગીરીમા નખત્રાણા પોલીસ સ્ટાફના વિકેસ રાઠવા ધનજી આહીર, નરેન્દ્ર સિંહ સોઢા સહિતના પોલીસ કર્મીઓએ જહેમત ઉઠાવી હોવાનું લખનભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...