તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:રામપર (સ) સીમમાં 3.60 લાખના વાયર ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટ્રકમાં લઇ જતા ભુજ- માધાપરના શખ્સો પકડાયા

નખત્રાણા ના રામપર સરવા ગામની સીમમાં થયેલી 3.60 લાખની વાયર ચોરીમાં પશ્ચિમ કચ્છ એલસીબીએ ભુજના ચંગલેશ્વર ત્રણ રસ્તા પરથી ટ્રકમાં ભરેલા વાયરો સાથે ભુજ અને માધાપરના બે શખ્સોને દબોચી લઇ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. એલસીબીએ બાતમીના આધારે બુધવારે રાત્રીના ટ્રકમાં ચોરાઉ વાયરોના ટુકડા લઇ જતાં માધાપર ભવાની હોટલ પાછળ રહેતા જાવેદ ઉર્ફે જુમલો બુઢા (મીયાણા), તેમજ ચોરાઉ વાયરોને લઇ જતી ટ્રકનું પાયલોટીંગ કરીતી સ્કોર્પિઓ કારના ચાલક કાંતિ પ્રેમજી ચારણ રહે ભુજ સહિત બે આરોપીઓને ઝડપી પાડ્યા હતો.

આરોપીઓની પૂછપરછ કરતા તેમણે રમજાન સુમરા નામના શખ્સ સાથે મળીને રામપર સરવા ગામેથી કિન્ટેક સિનર્જી કંપનીના વીજ થાંભલામાંથી વાયરોની ચોરી કરી હોવાનું અને ભુજ લખુરાઇ ચાર રસ્તા ખાતે પ્રકાશભાઈ ભાનુશાલી નામના શખ્સના ભંગારના વાડામાં આપ્યા હોવાનું કબૂલ્યું હતું. એલસીબીએ આરોપીઓના કબજામાંથી 3 લાખની ટ્રક, એક લાખની કાર અને 96 હજારની કિંમતના 1,200મીટર કેબલ વાયરના ટુકડા સહિત 5 લાખનો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે મુદામાલ સાથે આરોપીઓને સોંપી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો