તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવિધ વિસ્તારોમાં સફાઈ:પોલીસ હેડ ક્વાર્ટર સ્ટાફે ભૂજ શહેરની સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો

ભુજ3 મહિનો પહેલા
  • 60 પોલીસ કર્મચારીઓ દ્વારા 6 ટીમ બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કરવમાં આવી

જિલ્લા મથક ભૂજ ખાતે આજે વહેલી સવારથી પોલીસ હેડ ક્વાર્ટરના જવાનોએ લાકડીના સ્થાને ઝાડુ પકડી શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અને કલાઇમેટ ચેન્જથી વાતાવરણને બચાવવા લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

ભુજ શહેરના હમીસર તળાવ આસપાસ, જુના બસ સ્ટેશન વિસ્તાર, રિલાયન્સ સર્કલ, અને પર્યટન સ્થળ ટપેકેશ્વરી સહિતના વિસ્તારોમાં સવારના 7.30 વાગ્યાથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પોલીસ હેડ કવતરના 60 જેટલા જવાનો દ્વારા 6 ટિમ બનાવી વ્યાપક સફાઈ અભિયાન હાથ ધરવમાં આવ્યું હતું. નગરપાલિકાના સહયોગ સાથે જાહેર માર્ગો પરના કચરા અને પ્લાસ્ટિક એકત્ર કરી છથી વધુ ટ્રેકટર ભરીને કચરો એકઠો કરવમાં આવ્યો હતો, અને એકત્ર થયેલા કચરાનો બાદમાં શહેરની બહાર નિકાલ કરવમાં આવ્યો હતો.

સફાઈ અભિયાનનું નેતૃત્વ સાંભળનાર પોલીસ હેડ ક્વાર્ટરના નાયબ પોલીસ અધિક્ષક બી એમ દેસાઈએ જણાવ્યું હતું કે લોકો દ્વારા શહેરના વિવિધ જાહેર સ્થળો અને ધાર્મિક સ્થળ ટપેકેશ્વરી વગેરે જગ્યાએ પ્લાસ્ટિક કચરો એકત્ર કરી સ્વચ્છતા રાખી વાતાવરણને શુદ્ધ બનાવી રાખવસના પ્રયાસ હેતુ પ્રતીક સંદેશા સાથે સફાઈ અભિયાન કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં પીઆઇ એસ.એમ. ચૌહાણ, વિરાંગનાં સ્કોડ અને કર્મચારીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...