પ્રસંશંનીય કામગીરી:માધાપરમાં 4 વર્ષીય બાળક ગુમ થતા પોલીસે ગણતરીના કલાકોમાં શોધી લીધો

માધાપરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તો ભુલવાના કરાણે ખોવાયો : પરીજનો અને પોલીસે રાહતનો શ્વાસ લીધો

માધાપર નવાવાસમાં રસ્તો ભુલી જવાના કારણે ચાર વર્ષીય બાળક ગુમ થઇ જતા શોધખોળ શરુ કરાઇ હતી. પરિવાર અને ગ્રામજનો સાથે મળી શોધખોળ કર્યા બાદ પણ કાંઇ પતો ન મળતો માધાપર પોલીસને જાણ કરાઇ હતી. માધાપર પોલીસે ગણતરીના કલાકોમાં બાળકને શોધી લેતા ગ્રામજનો, પોલીસ અને પરિજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

રવિવારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં નવાવાસ માધાપર શાક માર્કેટ પાસેથી એક ચાર વર્ષનો હર્ષીલ નામનો બાળક ગુમ થયેલ હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા ગામલોકોમાં ચીંતાનું મોજું ફરી વળ્યુ હતું. બાળકના માતા બિનાબેન સોરઠીયાએ થોડીવાર જ આજુબાજુના લોકો સાથે મળી શોધખોળ કરતા બાળક મળી આવ્યુ ન હતું. બાદમાં માતા બિનાબેનએ માઘાપર પોલીસ સ્ટેશનમાં જણ કરી હતી. માઘાપર પોલીસ મથકના મહિલા અધિકારી વાય. એન. લેઉવા તથા રાજેશ ભાઇ કુંભરવાડિયા, હરશી ભાઇ મહેશ્વરી સાથે મળી બાળકની શોધખોળ શરુ કરી હતી.

માધાપરમાં કોર્પોરેશન બેંકના લીમડા નજીક મલવાડી વિસ્તાર પાસેથી ગુમ બાળક હર્ષિલ સોરઠીયા મળી આવ્યો હતો. પોલીસને ગણતરીના કલાકોમાં બાળક મળી આવતાં માતાને પરત કરતાં ગ્રામજનો તથા સોરઠીયા પરીવારે પોલીસની કામગીરીની પ્રંશસા કરી હતી અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું કે, માસુમ બાળક રસ્તો ભૂલી પોતાની રીતે આગળ નીકળી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...