તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:પાલારા જેલમાં મળેલા મોબાઇલના સીમકાર્ડ થકી મુળ સુધી પહોંચવા પોલીસનો વ્યાયામ

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા યાર્ડ બાઉન્ડ્રી નજીક હોવાથી બહારથી કોઇઅે ફેંકયો હોવાનું તારણ
  • અધિકારીઅો સવારે રાઉન્ડમાં નીકળ્યા ત્યારે 2 મોબાઇલ-બેટરી હાથ લાગ્યા

ભુજની પાલારા જેલમાં અધિકારીઅો સવારે નવેક વાગ્યે રાઉન્ડમાં નીકળ્યા ત્યારે મહિલા યાર્ડ પાસે બે મોબાઇલ, બેટરી મળી અાવ્યા હતા, જેથી જેલર અજાણ્યા ઇસમ સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મોબાઇલમાં રહેલા સીમકાર્ડ થકી મુળ સુધી પહોંચી શકાશે તેવું તપાસનીશ પોલીસ અધિકારીઅે ઉમેર્યું છે.

જેલ અધિક્ષક સહિતનો સ્ટાફ નવેક વાગ્યે રાઉન્ડમાં નીકળ્યો ત્યારે મહિલા યાર્ડ પાસે બે મોબાઇલ, બેટરી અને સીમકાર્ડ મળી અાવતા તરત પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઇ હતી. તપાસનીશ વી. અાર. ઉલ્વાઅે જણાવ્યું હતું કે, જેલમાંથી મળી અાવેલા બેટરી, બે મોબાઇલ અને સીમકાર્ડ અંગે ફોજદારી નોંધાયા બાદ, સીમકાર્ડ કયા નામે રજીસ્ટ્રર થયેલુ છે તે જાણવા માટે મોબાઇલ કંપનીને પત્ર લખાયો છે. સીમકાર્ડ ધારકનું નામ સામે અાવ્યા બાદ મોબાઇલ ફેંકનાર શખ્સના મુળ સુધી પહોંચી શકાશે.મહિલા યાર્ડ બાઉન્ડ્રી નજીક હોવાથી બહારથી કોઇ ઇસમોઅે ફેંકયો હોવાની સંભાવનાઅો છે.

જેલ અધિક્ષક રાજેન્દ્રસિંહ રાવ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, રાઉન્ડમાં નીકળ્યા ત્યારે મોબાઇલ મળી અાવ્યાની હકીકત સામે અાવતા અસામાજીક તત્વોનો કારસો નિષ્ફળ બન્યો છે. પોલીસ ફરિયાદ નોંધવા સૂચના અાપી અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધાયો છે જેથી મોબાઇલ ફેંકનાર ઇસમો સામે અાવી જશે તેમજ જેલ અંદર રહેલા કયા કેદીને મોબાઇલ અાપવા માટે ફેંકયો તેની પણ હકીકત સામે અાવી જશે તેમ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...