• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Police Did Not Register A Complaint Despite Giving CCTV Footage Of The Suspect After A Burglary At A Clothing Store In Anjar.

આક્ષેપ:અંજારમાં કપડાની દુકાનમાં થયેલી ચોરી બાદ શકમંદના સીસીટીવી ફૂટેજ આપ્યા હોવા છતા પોલીસે ફરિયાદ ના નોંધી

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ ચોરને પકડ્યા બાદ ફરિયાદ લેવાનું કહી રહ્યાનો દુકાન મલિક દ્વારા આક્ષેપ

પૂર્વ કચ્છના અંજાર શહેરમાં ચોરીનો અટપટો બનાવ સામે આવ્યો છે. કપડાની દુકાનમાંથી કપડાની થયેલી ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ હોવા છતા પોલીસ આ બનાવ અંગે ફરિયાદ ના નોંધતી હોવાનો વેપારીએ આક્ષેપ કર્યો છે.પોલીસે ફરિયાદ ના લેતા હાલ ભોગ બનનાર વેપારી પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહ્યો છે.

અંજારના ગંગા નાકા પાસેના એક ખુલ્લા પ્લોટમાં કતારબંધ દુકાનો આવેલી છે. જેમાં રેડીમેડ કપડાં વેચાણનો વ્યવસાય કરતા મુકેશ કરસનદાસ રાજાણીની પતરાંની કેબિનના દરવાજા તોડી એક તસ્કર દ્વારા અંદાજિત રૂ. 20 હજાર જેટલાની કિંમતના કપડાં ચોરી જવાયાની વાત છે.

આ ઘટનાની જાણ ચોરીના બીજા દિવસે સવારે દુકાન મલિક પોતાના વ્યવસાય સ્થળે પહોંચ્યાં ત્યારે કેબિનના દરવાજા તૂટેલા જોતા થઈ હતી. એવું ભોગ બનનારના મિત્ર ભાવેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું. અલબત્ત ચોરી થયાનું જાણમાં આવતા દુકાનદાર અને તેમના મિત્રો દ્વારા તપાસ કરવામાં આવતા આસપાસની દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં શકમંદ ઈસમ સાફ દેખાય છે. આ સીસીટીવીના ફૂટેજ સાથે અંજાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ માટે ગયેલા, અને ત્યાંથી એજ દિવસે એક પોલીસ જમાદાર ઘટનાસ્થળે આવી જાત નિરીક્ષણ પણ કરી ગયા હતા. પરંતુ ત્યાર બાદ કોઈ કાર્યવાહી ન થતા પરત પોલીસ મથકે તપાસ કરતા, જાણવા મળ્યું હતું કે ચોર પકડાઈ જાય એટલે ફરિયાદ લઈ લેશું. એવું દુકાનદારના મિત્રા ભાવેશભાઈએ જણાવ્યું હતું.

દુકાનદાર મુકેશભાઈના જણાવ્યા અનુસાર ગત વર્ષે પણ તેમની દુકાનમાં ચોરી થઈ હતી. ત્યારે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી, અને આરોપી પણ પકડાયો હતો. પરંતુ મુદામાલ હાથ લાગ્યો નહોતો. જ્યારે આ વખતે તો કંઈજ નથી થયું.

અન્ય સમાચારો પણ છે...