તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકસાન:ભૂજ તાલુકાના વેડહાર નજીકના ચેકડેમને તોડી પડાતા પોલીસ ફરિયાદ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંગત સ્વાર્થ માટે જન ભાગીદારી સાથે બનેલો ચેકડેમ તોડી પડાયો

ભુજના પાવરપટ્ટી વિસ્તારના વેડ હાર નજીકના ઓરિરા ગામની સીમમાં ગુજરાત સરકારની સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના હેઠળ બે ખેતર જેટલા ક્ષેત્રફળમાં રાજપૂત ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2008-09માં ચેકડેમનું નિર્માણ થયું હતું. જેને દબાણ કર્તાએ અંગત સ્વાર્થ માટે તોડી પાડ્યું હોવાનું સામે આવ્યું હતું.

પાવર પટ્ટીના વેડહાર નજીકના ઓરિરા ગામની સીમમાં સરકારી યોજના હેઠળ જન ભાગીદારી સાથે વરસાદી પાણીના સંગ્રહ માટે ચેકડેમનું નિર્માણ કરાયા બાદ કાયમી ધોરણે ઉપીયોગ થતો હતો પરંતુ ચેકડેમ નજીક ખેતર ધરાવતા એક ખેડૂત દ્વારા બદઇરાદે આ ચેકડેમને તોડીને પાણીના વહેણના વોકળાને સમતલ કરી પોતાના ખેતર સાથે ભેળવી દેવાયો હોવાનો બનાવ સામે આવતા વેડહાર ગામના અગ્રણી તખતસિંહ સોઢાએ ગ્રામજનોનું ધ્યાન દોર્યું હતું જેના પગલે કિરીટસિંહ સોઢાએ સિંચાઈ વિભાગ અને પોલીસ ખાતામાં લેખિત ફરિયાદ દ્વારા આ દબાણ પ્રવુતિ વિશે ધ્યાન દોર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...