તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહનો સાચવજો:પોલીસ માત્ર 40 ટકા જ ચોરાયેલા વાહનો જ શોધી શકે છે !

ભુજ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • બે વર્ષમાં કચ્છમાં અધધ 485 વાહન ચોરીના બનાવો બન્યા : જેમાંથી માત્ર 189 વાહનો માલિકોને પરત મળ્યા
 • દ્વિચક્રી તો ઠીક પણ 62 ટકા ચોરાયેલા ભારે વાહનો માલિકોને હજુ સુધી પણ મળ્યા નથી !

કચ્છમાં ગુનાખોરીને ડામવા તથા ભાૈગોલિક વિશાળતાને લીધે પોલીસ ચોપડે 10 વર્ષ પહેલા જિલ્લાના બે ભાગ પાડવામાં અાવ્યા, પણ ગુનાખોરીમાં જોઇઅે તેવો ઘટાડો નોંધાયો નથી. ગંભીર ગુનાઅોની સાથે કચ્છમાં વાહન ચોરીના બનાવો દિવસો દિવસ વધી રહ્યાં છે. કચ્છમાં છેલ્લા બે વર્ષમાં અધધ 485 જેટલા વાહનો ચોરાયા હોવાનું બહાર અાવ્યું છે. તેનાથી પણ વધારે ચોંકાવનારી વાત અે છે કે તેમાંથી માત્ર 39 ટકા ચોરીના વાહનો પોલીસ શોધી શકી છે અને માલિકોને પરત કરવામાં સફળ થઇ છે ! બાકીના 60 ટકા ચોરાયેલા વાહનો પોલીસ મુળ માલિકને પરત કરી શકી નથી ! લોન લઇને તથા મહેનત કરીને દ્રિચક્રી વાહન ખરીદતા લોકોનું વાહન જ્યારે ચોરાઇ જાય ત્યારે અા મધ્યમ વર્ગના પરિવાર પર શું વીતતી હશે ? તેનો અંદાજો લગાવવો કઠીન છે. પરંતુ કચ્છમાં દર બિજા દિવસે વાહન ચોરીના બનાવો પોલીસ ચોપડે ચડે છે. તાજેતરમાં રાજ્યની વિધાનસભામાં રાપરના ધારાસભ્ય સંતોકબેન અારેઠીયાના પ્રશ્નના જવાબમાં સરકારે ચોંકાવનારા અાંકડા અાપ્યા હતા. જે પ્રમાણે કચ્છમાં દ્રિચક્રીયથી લઇને ભારે વાહનો સહિત કુલ બે વર્ષમાં 485 વાહનો ચોરાયા છે. જેમાંથી માત્ર 189 વાહનો પોલીસ માલિકને પરત કરી શકવામાં સફળ રહી છે. અેટલે કે કચ્છમાં ચોરી થતા વાહનોમાં 60 ટકા માલિકને પરત મળ્યા નથી! જે ખુબ જ ચોંકાવનારી માહિતી કહી શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો