• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Police Bike Rally Departs From Lakhpat On National Unity Day, Rally To Arrive Kevadia On October 31 With 25 Police Departures

બાઈક રેલી:લખપતથી રાષ્ટ્રીય એકતા દિન પ્રસંગે પોલીસ બાઈક રેલીનું પ્રસ્થાન, 25 પોલીસ જવાનો સાથે રેલી 31 ઓક્ટોબરે કેવડિયા પહોંચશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે અબડાસા, માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી આવતીકાલે ભુજ પહોંચશે

પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તાર લખપત ખાતેથી આજે સવારે 10 વાગ્યે આગામી રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે યોજાનાર કાર્યક્રમ અંતર્ગત લોકોમાં દેશભાવના સાથે રાષ્ટ્રીય એકતાના સંદેશ અર્થે લોક જાગૃતિ કેળવવા 25 જેટલા પોલીસ જવાનોની બાઈક રેલીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્ય અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રયાણ પામી હતી. આ વેળાએ સીમા સુરક્ષા દળના જવાનો અને પોલીસ બેન્ડના સંગીત સાથે ભારત માતા કી જયના જનઘોસથી વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આગામી 31ના રોજ રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાનાર કાર્યક્રમ પૂર્વે દેશના ચાર અલગ અલગ સ્થળોએથી લોકોમાં દેશ ભાવના વધુ પ્રબળ બનાવવા હેતુ યોજાનાર બાઈક રેલીનું કચ્છના લખપત કિલ્લા ખાતેથી પશ્ચિમ કચ્છ પીલીસના આયોજન હેઠળ બાઈક રેલીને રાષ્ટ્રીય માન સન્માન સાથે મહાનુભાવોની હાજરીમાં પ્રસ્થાન કરાવાયું હતું. આ વેળાએ ગુજરા6 વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્ય, જી.પ.પ્રમુખ પરુલબેન કારા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, કલેકટર પ્રવીણા ડિ.કે. પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ સિંઘ વગેરે દ્વારા સફેદ કલરના બુલેટ પર બ્લુ રંગના પોશાકમાં સજ્જ તિરંગા લાગેલી બાઈક રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું.

આ રેલી લખપતના દયાપર, ઘડુલી, અબડાસા નલિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી સાંજ સુધીમાં માંડવી ક્રાંતિ તીર્થ ખાતે પહોંચશે જ્યાં માંડવી મુન્દ્રના ધારાસભ્ય બાઈકરેલીનું સ્વાગત રેલીને આગળ પ્રયાણ કરાવશે. ત્યાંથી કાલ સવારે જિલ્લા મથક ભૂજ પહોંચતા સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે સ્વાગત બાદ પ્રસ્થાન કરવામાં આવશે. ત્યાંથી ગાંધીધામ અને ભચાઉ માર્ગે કેવડિયા તરફ આગળ વધશે. જિલ્લામાં પસાર થનાર સ્થળોએ બાઈકરેલીનું લોકો દ્વારા પુષ્પ વર્ષા સાથે સ્વાગત કરવામાં આવશે.

લખપત કિલ્લા ખાતેથી બાઈક રેલી પ્રથમ દયાપર પહોંચી હતી જ્યાં ઉપસ્થિત નખત્રાણા પ્રાંત અધિકારી મેહુલભાઈ, સરપંચ ભવાનભાઈ પટેલ, અનુભા જાડેજા તથા ગ્રામજનો દ્વારા બાઈક સવારોનું પુષ્પવૃષ્ટિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લાના પસાર તમામ સ્થળોએ આ પ્રકારે રેલીનું સ્વાગત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...