આશ્ચર્ય:તસ્કરોને GRD જવાને પકડ્યા જશ માંડવી પોલીસે ખાટ્યો !!

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નાની ખાખરની બેંકની ઘટનામાં આશ્ચર્ય

બિદડા અને નાની ખાખરની બે બેંકમાં તસ્કરો તાળા તોડી ઘૂસ્યા હતા તેમાં બે તસ્કરોને જીઆરડીના જવાનોએ પકડ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. પરંતુ માંડવી પોલીસે આ તસ્કરોને તેમની સર્વેલ્નસ ટીમે બાતમીના આધારે પકડ્યા હોવાનું જાહેર કરતા આશ્ચર્ય ફેલાયું છે.

તા.26 અને તા.27 ના બીદડાની કેડીસીસી બેંક અને નાની ખાખરની બરોડા ગ્રામીણ બેંકમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું જેમાં સૂત્રોના જણાવ્યા મુજબ નાની ખાખરની બેંકમાં ચોરી થઇ રહી હતી તે સમયે પેટ્રોલિંગ કરી રહેલા ગ્રામ રક્ષક દળના જવાનોને રંગે હાથ બે આરોપીઓને પકડી પોલીસને બોલાવી સોંપ્યા હતા. આ બનાવ અખબારોમા઼ પણ પ્રસિધ્ધ થઇ ગયો અને બીજા દિવસે પોલીસે સત્તાવાર કરેલી જાહેરાતમાં માંડવી પોલીસ મથકના સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે આ તસ્કરો પકડાઇ ગયા હોવાનું જાહેર કર્યું. હતું માત્ર જશ ખાટવા માટે બહાદુરી પુર્વક સતર્કતા રાખીને ચોરને પકડનાર જીઆરડી જવાનોના નામનો ઉલ્લેખ પણ ન કરાયો જે તપાસની બાબત છે. આ બાબતે માંડવી પોલીસ મથકના પીઆઇનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરાયો હતો પણ હમેશની જેમ નો રિપ્લાય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...