આપઘાત:ભડલીની વાડીમાં ઝેરી દવા પી સગીરાની આત્મહત્યા

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પડાણા નજીક વીજ થાંભલામાં નંદગામ રહેતા પરપ્રાંતિય યુવાનનો ગળે ફાંસો ખાઇ આપઘાત

નખત્રાણા તાલુકાના ભડલી ગામની વાડીમાં ઝેરી દવા પીને 16 વર્ષની સગીરાએ જીવનનો અંત આણ્યો હતો. જ્યારે ગાંધીધામ તાલુકાના પડાણા નજીક 35 વર્ષીય યુવાને વીજ થાંભલામાં રસ્સી બાંધી ગળે ફાસો ખાઈ ફાની દુનિયા છોડી હતી. બનાવના આધાતથી મૃત્યુ પામનારાઓના પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

આ અંગે નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ભડલી વાડી વિસ્તારમાં રહેતી 16 વર્ષીય કોમલબેન ભગવાનદાસ કોલી નામની સગીર કન્યાએ કોઇ અગમ્ય કારણોસર મંગળવારે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં વાડી ખાતે ઝેરી દવા પી લેતાં તેણીને ગંભીર હાલતમાં પ્રથમ નખત્રાણા સરકારી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન ગુરૂવારે સવારે સાડા નવ વાગ્યે હોસ્પિટલ બીછાને દમ તોડ્યો હતો. નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ એએસઆઇ પુનશીભાઇ ગઢવીએ હાથ ધરી છે.

​​​​​​​જયારે બીજીતરફ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પડાણા નજીક આવેલા રામદેવપીર મંદિર પાસેની બાવળોની ઝાડીમાં આવેલા વીજ થાંભલામાં ભચાઉ તાલુકાના નંદગામ ખાતે રહેતો 35 વર્ષીય લક્ષ્મીસન તુકારી પવારે રસ્સી બાંધી કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...