ભારોભાર અન્યાય !:PMના પ્રિય જિલ્લામાં PMGSYનું કામ 5 વર્ષથી બંધ

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અટલબિહારી બાજપાઇની સરકારમાં શરૂ થયેલી સડક યોજનામાં નરેન્દ્ર મોદીની સરકારમાં જ કચ્છને થઇ રહ્યો છે ભારોભાર અન્યાય !
  • પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં કચ્છમાં વર્ષ 2013-14 સુધી 500 કિમી અને 2015-16 સુધી વધુ 312 કિમીના રોડ બન્યા પણ ત્યારબાદ કામગીરી શૂન્ય

દેશના સાૈથી વિશાળ જિલ્લા કચ્છના અનેક વિસ્તારોમાં માળખાગત સુવિધાઅોની કમી છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના સેંકડો માર્ગ ખખડધજ હાલતમાં છે. તેમ છતાં અેક ચોંકાવનારી માહિતી બહાર અાવી છે. ગ્રામીણ વિસ્તારોમાં રોડના નિર્માણ માટેની કેન્દ્રીય યોજના પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કચ્છમાં છેલ્લા પાંચ વર્ષથી અેક કિમીનું પણ કામ થયું ન હોવાનું બહાર અાવ્યું છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં કચ્છમાં વર્ષ 2013-14 સુધી 500 કિમી અને 205-16 સુધી વધુ 312 કિમીના રોડ બન્યા પણ ત્યારબાદ કામગીરી શૂન્ય છે.

અા અંગે મળતી વિગતો મુજબ વર્ષ 2001માં પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇઅે અા મહત્વપૂર્ણ યોજના શરૂ કરી હતી. ગ્રામીણ વિસ્તારોને રોડના નેટવર્કથી જોડીને શરૂ કરાયેલી અા યોજના ભારતની સાૈથી સફળ યોજનાઅો પૈકીની અેક છે. વર્તમાન મોદી સરકારે પણ અા યોજનામાં સારૂ અેવુ ધ્યાન અાપ્યું છે. પરંતુ ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી અા યોજના હેઠળ જોઇઅે તેવા કામો થયા નથી. ચોંકાવનારી વાત તો અે છે કે ચાર વર્ષમાં રાજ્યના 10 જિલ્લાતો અેવા છે કે જેમાં અા યોજના હેઠળ ઝીરો કિમીનું કામ થયું છે.

કચ્છમાં શરૂના વર્ષોમાં અા યોજના હેઠળ સારૂ અેવુ કામ થયું હતુ. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં 15731 કિમી રોડની મંજૂરી અાપી હતી. જેમાં 15 ડિસેમ્બર 2021 સુધી રાજ્યમાં 12,857 કિમી લંબાઇના રોડ બની ગયા છે. અા અા યોજનાના ત્રણ તબક્કા છે. પ્રથમ તબક્કામાં કચ્છમાં 755 કિમી રોડની કામગીરી મંજૂર થઇ હતી. જે તમામ કામગીરી પૂર્ણ કરવામાં અાવી હતી.

તેવી જ રીતે બીજા તબક્કામાં કચ્છમાં 57 કિમી રોડની કામગીરી મંજૂર કરવામાં અાવી હતી. જે પણ કામગીરી પૂર્ણ કરવામાં અાવી હતી. જ્યારે ત્રીજા તબક્કામાં કચ્છમાં 160 કિમી માર્ગની લંબાઇ મંજૂર કરાઇ છે. જોકે છેલ્લા પાંચ વર્ષથી અેક કિમીનું કામ પણ કરવામાં અાવ્યું નથી. કચ્છની સાથે અમરેલી, જામનગર, ડાંગ, જુનાગઢ, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, દ્વારકા અને અરવલ્લી જિલ્લામાં પણ ઝિરો કિમી કામગીરી કરવામાં અાવી છે.

જો કે હવે કામ શરૂ થાય તેવા અણસાર
છેલ્લા પાંચ વર્ષથી કચ્છમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કામગીરી મંદ છે. તાજેતરમાં લોકસભામાં કેન્દ્ર સરકારે વર્ષ 2018-19થી 15મી ડિસેમ્બર 2021 સુધી કચ્છમાં અા યોજના હેઠળ ઝીરો કિમીની કામગીરી થઇ હોવાનું ખૂદ સ્વિકાર્યું છે. ત્યારે હવે હવે ચાલુ વર્ષે અા યોજનામાં કોઇ પ્રગતિ થાય તેવા અણસાર છે. કારણ કે રોડની સંખ્યા અને રકમ મંજૂર કરવામાં અાવી છે. કેટલીક જગ્યાઅે અા અંગે કામના વર્કઅોર્ડર પણ અાપી દેવામાં અાવ્યા છે. અને કામગીરી શરૂ કરવામાં અાવી છે.

પીઅેમજીઅેસવાય-3માં અા છે જોગવાઇ
2001માં પ્રથમ તબક્કામાં ગ્રામીણ વિસ્તારોમાં જોડવાનું લક્ષ્ય હતું. ત્યારબાદ 2013માં બીજા તબક્કામાં લોકો, વસ્તુઅો અને સેવાઅોના પરિવહન સેવા પ્રદાન માટે હાલના રોડને સુધારવાને પ્રધાન્ય અાપવામાં અાવ્યું હતું. ત્યારબાદ 2019માં પીઅેમજીઅેસવાય-3માં ગ્રામીણ ખેતી બજાર, ઉચ્ચમાધ્યમિક શાળા, હોસ્પિટલને જોડવા રોડને પ્રાધાન્ય અાપવામાં અાવશે.

{કચ્છમાં પીઅેમજીઅેસવાય-1 હેઠળ કામગીરી
મંજૂર રોડ (કિમી)મંજૂર રકમરોડ બન્યારકમ વપરાઇ
129 (757)213 કરોડ129 (755)222 કરોડ
{કચ્છમાં પીઅેમજીઅેસવાય-2 હેઠળ કામગીરી
મંજૂર રોડ (કિમી)મંજૂર રકમરોડ બન્યારકમ વપરાઇ
4 (57.24)43.884 (57.24)34.96
{કચ્છમાં પીઅેમજીઅેસવાય-3 હેઠળ કામગીરી
મંજૂર રોડ (કિમી)મંજૂર રકમરોડ બન્યારકમ વપરાઇ
16 (160)93.680
અન્ય સમાચારો પણ છે...