શિક્ષણ સંવાદ:પીએમ મોદીએ વાંકીની છાત્રાને કહ્યું, ગણિતના દાખલા બરાબર આવડે છે ને !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાનનો ગાંધીનગરથી ઓનલાઇન શિક્ષણ સંવાદ

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ્સ એટલે ગાંધીનગર ખાતે સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ નેશનલ ડિજિટલ આર્કિટેક્ચર ફ્રેમ વર્ક પર આધારિત અત્યાધુનિક ટેક્નોલોજી અને ડેટા સંચાલિત કેન્દ્ર એવા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી મુંદ્રા તાલુકાની વાંકી પ્રા શાળાના વિદ્યાર્થી, વાલી, શિક્ષકો સાથે સીધો શિક્ષણ સંવાદ કર્યો હતો॰

કચ્છડો બારે માસ કહી કચ્છીઓને આવકારતાં વડાપ્રધાન મોદીએ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)નાં સભ્ય કલ્પનાબેન રાઠોડને કોરોના સમયમાં શિક્ષણની નવી વ્યવસ્થા ઓનલાઇન અભ્યાસ અંગે પૃચ્છા કરી હતી. આ ઉપરાંત ધોરણ ૮ની વિધ્યાર્થિની પૂજાબા જાડેજા સાથે સંવાદ કરતાં શાળામાં ભાષાનાં માધ્યમ અંગે માહિતી મેળવી હતી. તેમજ ગણિત વિષયના અભ્યાસ અંગે વાત કરી હતી.

તાલુકા પ્રા. શિક્ષણ અધિકારી ઉમેશ રૂઘાણીના જણાવ્યા મુજબ, પ્રથમ વડાપ્રધાને શાળામાં બાળકોની સંખ્યા અંગે માહિતી મેળવી કોરોના કાળ બાદ ઓનલાઇન ગુણાંકની એન્ટ્રી બાબતથી કેવી લાગણી અનુભવાય છે અંગેના સવાલ ઉપરાંત ક્લાસમાં નબળા બાળકો કેટલા અને શિક્ષકો તેમને શું ભણાવે છે તે બાબતની જાણકારી મેળવતાં પૂજાબાએ શિક્ષણ જગતની ડીજીટલ ગતિવિધીઓ અંગે આનંદની લાગણી વ્યક્ત કરી શિક્ષકોની ભૂમિકા અંગે હકારાત્મક પ્રત્યુત્તર આપ્યો હતો.

શાળાના આચાર્ય નારણભાઇ ગોયલ સાથે કોરોના કાળમાં અભ્યાસ અંગે પૃચ્છા કરી હતી. તેમજ ખેલકૂદ માટે પૂછતા આચાર્યઅે જણાવ્યું કે દર શુક્રવારે સાંજે ૪ થી ૫ વાગ્યા સુધી દરેક વિધ્યાર્થીને રમતો રમાડાય છે. તેમજ વડાપ્રધાને જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિમાં ખેલકૂદને શિક્ષણનો ભાગ બનાવાયો છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન જયાબેન પટેલ, જીલ્લા કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી, વાંકી ગામના સરપંચ ભરતસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ રાણીબેન ચાવડા, વાંકીના વતની મુંબઈ એસટી બોર્ડના નિયામક રવાભાઈ આહિર, એડવોકેટ અગ્રણી વિશ્રામભાઈ ગઢવી, કલેક્ટર પ્રવીણા ડી.કે. જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, નીરજભાઈ, નાયબ નિયામક પ્રાથમિક શિક્ષણ ગાંધીનગર એસ.પી. ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.પી પ્રજાપતિ, નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નીલેશ રાજગોર, ગાંધીનગરથી વહીવટી હેડ, પીઆઇ હાર્દિક ત્રિવેદી ,એસએમસીના સભ્યો ,વાલીઓ ,અગ્રણી ગ્રામજનો તેમજ સીઆરસી શિક્ષકો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જીવંત પ્રસારણ ઉત્સાહભેર જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...