તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવેતર:પાંચ વર્ષમાં ચાલુ વર્ષે સાૈથી વધારે ઉનાળુ પાકનું વાવેતર

ભુજ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખરીફના વાવેતરમાં રાજ્યમાં પ્રથમ અાવેલુ કચ્છ ઉનાળુ વાવેતરમાં 11માં ક્રમે ધકેલાયું
 • અેપ્રિલ માસ સુધીમાં ગત વર્ષે 27 હજાર હેક્ટરની સામે ચાલુ વર્ષે 28 હજાર હેક્ટરમાં થયું વાવેતર : ડેમોમાં પાણી સુકાતા વાવેતરમાં થઇ અસર

કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી કમોસમી વરસાદના લીધે પાકને નુકસાનીનો ખતરો છે. તો બીજીબાજુ ગત વર્ષે સારા વરસાદના લીધે અાશા પ્રમાણે રવિપાક બાદ ઉનાળુ પાકના વાવેતરમાં પણ વધારો નોંધાયો છે. અેપ્રિલ માસની સ્થિતિઅે ચાલુ વર્ષે છેલ્લા 5 વર્ષમાં સાૈથી વધારે વાવેતર નોંધાયુ છે. તા. 19/4ની સ્થિતિઅે કચ્છમાં 28,500 હેક્ટર વિસ્તારમાં ઉનાળુ પાકનું વાવેતર નોંધાયુ છે.

કચ્છમાં સિંચાઇની કમીના લીધે ઉનાળામાં વાવેતર ખૂબ જ ઘટી જાય છે. ચોંકાવનારી વાત અે છે કે ગત વર્ષે ખરીફ પાકના વાવેતરમાં રાજ્યમાં પ્રથમ ક્રમે રહેલુ કચ્છ ઉનાળુ વાવેતરમાં રાજ્યના જિલ્લાઅોમાં 11માં ક્રમે છે !

અા અંગે મળતી વિગતો મુજબ અેક બાજુ કચ્છના ડેમોમાં પાણી તળીયા ઝાટક થવા પર છે. તેની અરસ ઉનાળુ વાવેતરમાં જોવા મળી રહી છે. ગત વર્ષે કચ્છમાં રેકોર્ડબ્રેક 270 ટકા વરસાદ ખાબક્યા બાદ જિલ્લાના 20 મધ્યમકક્ષાના ડેમ 90 ટકા ભરાઇ ગયા હતાં. જેના પગલે ધરતીપુત્રોઅે પણ રેકોર્ડબ્રેક ખરીફ પાકનું વાવેતર કર્યું હુતું. વર્ષ 2020માં કચ્છમાં અધધ 6,45,800 હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું હતું. કચ્છ સિવાય રાજ્યના અન્ય કોઇ જિલ્લામાં અાટલી મોટી માત્રમાં વાવેતર થયું ન હતું. ત્યાર બાદ ડેમોમાં પાણી હોવાથી રવિપાકના વાવેતરમાં પણ વધારો નોંધાયો હતો.

વર્ષ 2020-21ના રવિપાકનું કચ્છમાં 1,69,600 હેક્ટરમાં વાવેતર થયું હતું. પરંતુ ત્યારબાદ ડેમોમાં પાણીમાં ઘટાડો નોંધાયો હતો. કચ્છમાં વળી ઉનાળુ પાક લેવા માટે સિંચાઇની સુવિધા નથી. તેમ છતાં ગત વર્ષમાં ભારે વરસાદ અને કેટલાક ડેમોમાં પાણી હોવાથી છેલ્લા 5 વર્ષમાં ચાલુ વર્ષે સાૈથી વધારે ઉનાળુ પાકનું વાવેતર થયું છે. ખરિફ પાકના વાવેતરમાં રાજ્યમાં પ્રથમ રહેલુ કચ્છ ઉનાળુ પાકમાં છેક 11માં સ્થાને છે !

કચ્છ કરતા અા જિલ્લાઅો ઉનાળુ વાવેતરમાં અાગળ
અેપ્રિલ માસની સ્થિતિઅે ઉનાળુ વાવેતરમાં કચ્છ રાજ્યના જિલ્લાઅોમાં 11માં સ્થાને છે. કચ્છ કરતા વધારે વાવેતર બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, અાણંદ, ખેડા, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર,ગીર સોમનાથમાં થયું છે. રાજ્યમાં સાૈથી વધારે વાવેતર બનાસાકાંઠામાં 2,92,500 હેક્ટરમાં અને સૈથી અોછુ ભરૂચમાં માત્ર 2 હજાર હેક્ટરમાં થયું છે.

એપ્રિલ સુધી 5 વર્ષમાં વાવેતર

વર્ષવાવેતર
201728,200
201823,300
201923,400
202027,000
202128,500

કચ્છમાં અત્યાર સુધી થયેલુ વાવેતર

પાકવાવેતર વિસ્તાર
બાજરી2,100
મગ600
મગફળ6,800
તલ300
ડુંગળી100
શાકભાજી2700
ગુવાર ગમ500
ઘાસચારો13600
અન્ય પાકો1500

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો