વાવેતર:કચ્છમાં 8 દિવસમાં વધુ 82542 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેડલાયક 7.53 લાખ હેકટરમાંથી કુલ 499619 હેકટરમાં પાક વવાયો
  • છેલ્લા 3 વર્ષના 524370 હેકટર કરતા હજુ 24751 હેકટર અોછું ખેડાણ

કચ્છમાં ચોમાસા દરમિયાન થતું ખરીફ પાકનું વાવેતર છેલ્લા 8 દિવસમાં 82542 હેકટરમાં વધીને કુલ 499619 હેકટરે પહોંચી ગયું છે. જે છેલ્લા 3 વર્ષના સરેરાશ 524370 હેકટર કરતા હજુ 24751 હેકટર અોછી ખેડાઈ છે. જોકે, હજુ અંતિમ રિપોર્ટ અાવ્યો નથી, જેથી હજુ પણ વાવેતર વધે અેવી શક્યતા છે.

અેવું જિલ્લા પંચાયતની ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન ધનાભાઈ નારાણ હુંબલે જણાવ્યું હતું. સિંચાઈ સમિતિના ચેરમેન ધનાભાઈ નારાણ હુંબલે વધુમાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં ખેડલાયક કુલ 753907 હેકટર જમીન છે, જેમાં હજુ સુધી સાૈથી વધુ ઘાસચારો 104684 હેકટર પછી ક્રમશ: જોઈઅે તો દિવેલા 106108, ગુવાર 59056, મગ 55202, કપાસ 54636, તલ 41171, મગફળી 38948 હેકટરમાં વવાયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હજુ વાવણી ચાલુ છે. હજુ પંદરેક દિવસમાં છેલ્લા 3 વર્ષના સરેરાશના વાવેતરને પણ પાર કરી જશે.

સાૈથી વધુ વાવણી પૂર્વ કચ્છના ભચાઉ અને રાપરમાં
પૂર્વ કચ્છના રાપર તાલુકાના ગામડાઅોઅે 127400 હેકટર અને ભચાઉના તાલુકાના ગામડાઅોઅે 100765 હેકરટમાં વાવેતર કર્યું છે. અંજાર તાલુકામાં 37025 હેકટર અને ગાંધીધામ તાલુકામાં 1965 હેકટરમાં વાવેતર થયું છે. જોકે, ભુજ તાલુકાના ગામડાઅોમાં 66263 હેકટર પછી પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના ગામડાઅોમાં 59344 હેકટરમાં વાવેતર બોલે છે. નખત્રાણા તાલુકામાં 43460 હેકટરમાં, લખપત તાલુકામાં માત્ર 5095 હેકટરમાં જ વાવેતર થયું છે. દક્ષિણ કચ્છના માંડવી તાલુકામાં 42891 હેકટર અને મુન્દ્રા તાલુકામાં 15411 હેકટરમાં વાવેતર થયું છે.

તાલુકામાં હેકટર મુજબ સ્થિતિ

તાલુકોખેડલાયક3 વર્ષનીહાલનું
જમીનસરેરાશવાવેતર
લખપત3262216,8005095
અબડાસા9822963,57359344
નખત્રાણા7001745,69443460
ભુજ9315856,65766263
માંડવી7796351,41742891
મુન્દ્રા4927023,60115411
અંજાર7142048,44837025
ગાંધીધામ51413,1491965
ભચાઉ115958107,478100765
રાપર140129107,559127400
કુલ753907524,370499619