તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ મેગા ડ્રાઇવ:કચ્છમાં 31 ઓગષ્ટે રસીકરણ મહા કેમ્પનું આયોજન, 60 હજાર ડોઝની ફાળવણી

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સુરક્ષાચક્ર સુનિશ્ચિત કરવા ખાસ સુપર રસીકરણ મેગા ડ્રાઇવ

કોરોનાની મહામારીથી બહાર નીકળવા તા.31 ઓગષ્ટના રોજ સમગ્ર કચ્‍છ જીલ્‍લામાં કોરોના સુરક્ષાચક્ર સુનિશ્ચીત કરવા ખાસ કોવીશીલ્‍ડ અને કોવેક્ષીન રસીકરણ સુપર મેગા ડ્રાઈવ કરવાનું આયોજન છે. જેમનો પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ અને જે વ્‍યકિતએ કોવેક્ષીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય અને 28 દિવસ પુર્ણ થયેલ હોય તેમજ કોવીશીલ્‍ડનો પ્રથમ ડોઝ લીધેલ હોય અને 84 દિવસ પુર્ણ થયેલ હોય તેવા લાભાર્થીઓના બીજા ડોઝ માટે કચ્‍છ જીલ્‍લાનાં તમામ ગ્રામીણ અને શહેરી વિસ્‍તારોને આવરી લેતી કુલ 400 જગ્‍યા એ કોવીડ રસીકરણનું સેશનનું ખાસ આયોજન મહા મંગળવારનાં દિવસે કરેલ છે. આ માટે રાજય સરકાર દ્રારા કચ્‍છ જીલ્‍લાને એક જ દિવસ માટે 60 હજાર ડોઝની ફાળવણી કરેલ છે.

દરેક સેશન સાઈટ પર એક દિવસમાં ઓછામાં ઓછા 150 લાભાર્થીને રક્ષિત કરી શકાય છે તો આ મહાઅભિયાનમાં દરેક વેપારીઓ, દુકાનદારો, લારી ગલ્‍લાઓના માલિકો તથા કામ કરતાં લોકો, શાળા, કોલેજ, કોચિંગ કલાસીસનાં શિક્ષકો તેમજ ધંધા રોજગાર અર્થે જતા તમામ લોકો તેમજ તેમનાં કુટુંબીજનો સહિત સૌ નાગરિકો, સામાજિક સંસ્‍થાઓ, ધાર્મિક સંસ્‍થાઓ, સૌ આગેવાનોને ઉત્‍સાહભેર ભાગ લેવા માટે મુખ્‍ય જીલ્‍લા આરોગ્‍ય અધિકારી દ્વારા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...