તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડ માંડ બચ્યાં:કચ્છના આકાશમાં 37 હજાર ફુટની ઉંચાઇ પર વિમાની દુર્ઘટના ટળી !

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બેંગકોક જઇ રહેલી ફ્લાઇટને પાયલોટે પરત દોહા લઇ જઇ સફળ લેન્ડીંગ કરાવતા હાશકારો
 • ટાયરમાં નુકસાન થતા કતાર અેરવેઝની ફ્લાઇટને યુ-ટર્ન લેવો પડ્યો

કતારની રાજધાની દોહાથી બેંકોક જઇ રહેલી અેક અાંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બુધવારે જ્યારે કચ્છના અાકાશમાં અંદાજે 37 હજાર મીટરની ઉંચાઇ પરથી પસાર થઇ રહી હતી ત્યારે પતર ફરવાનો વારો અાવ્યો હતો. ફ્લાઇટના ટાયરમાં નુકસાની હોવાથી પાયલોટે બેંકોક જવાને બદલે પરત દોહા ફરવાનો નિર્ણય લીધો હતો. ટાયરમાં નુકસાન બાદ પણ કતાર અેરવેઝની અા ફ્લાઇટ અંદાજે પાંચ કલાકની મુસાફરી કરી સુરક્ષિત લેન્ડિંગ કરતા પ્રવાસીઅોના જીવમાં જીવ અાવ્યો હતો.

કતાર અેરવેઝના બોઇંગ 777-300 પ્લેને બુધવારે દોહાથી બેંકોક માટે ઉડાન ભરી હતી. પાયલોટને ટેક અોફ વખતે કઇક ગડબડીની શંકા ગઇ હતી. પરંતુ પ્લેનમાં કોઇ સિંગ્નલ પ્રાપ્ત ન થતા પાયલોટે ઉડાન જારી રાખી હતી. પરંતુ ટેકઅોફ બાદ દોહાના રનવેનું નિરીક્ષણ કરતી વખતે પ્લેનના ટાયરનો મલબો મળી અાવતા તાત્કાલિક પાયલોટનો સંપર્ક કરી જાણકારી અાપવામાં અાવી હતી. ત્યારે બે કલાકનો સમય વિતી ગયો હતો. અને અા પ્લેન કચ્છના અાકાશમાંથી પસાર થઇ રહ્યું હતું. હવે અાગળની મુસાફરી કરવી ખતરાથી કમ ન હોવાથી પાયલોટે પરત દોહા ફરવાનું નક્કી કર્યું હતું. કચ્છના અાકાશમાં જ્યારે પ્લેન ખડીર ઉપર હતું ત્યારે અાકાશમાં યુ ટર્ન લીધું હતું ! અને અંદાજે ત્રણેક કલાકની ફરી ઉડાન બાદ પ્લેન દોહા પરત ફર્યું હતું. અા કચ્છના અાકાશમાં અેક મોટી વિમાની દુર્ધટના ટળી ગઇ હતી.

અાશ્ચર્ય : કચ્છમાંથી ડોમેસ્ટીક ફ્લાઇટ પસાર થતી નથી !
કચ્છ અાંતરરાષ્ટ્રીય હવાઇ રૂટનું મહત્વનું સ્થળ છે. મધ્યપૂર્વ, યુરોપ, અરબ રાષ્ટ્રોને ભારત, પૂર્વના દેશો અને અગ્નિ અેશિયાના દેશો વચ્ચેની ફ્લાઇટ્સ કચ્છના અાકાશમાંથી પસાર થાય છે. પરંતુ ચોંકાવનારી વાત અે છે કે કચ્છ સિવાય ભારતની કોઇ ડોમેસ્ટીક ફ્લાઇટ કચ્છના અાકાશમાંથી ઉડતી નથી. કારણ કે કચ્છ ભારતમાં સાૈથી પશ્ચિમી ખુણે અાવેલો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો