તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ધોરણ 10ના 1 વર્ગમાં 60ને બદલે 75 છાત્રોને ભણાવવાનું આયોજન

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વર્ગખંડ વધારવામાં નહીં આવે પરંતુ વર્ગમાં વધુ છાત્રોને સમાવી લેવાશે
  • રૂમની ક્ષમતા વધુ હોય તો એથીય વધુને પ્રવેશની છૂટ

સમગ્ર ગુજરાતની સાથે કચ્છ જિલ્લામાં પણ કોરોનાના સંક્રમણને રોકવા માટે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ રખાયું હતું. બીજી બાજુ બીજી લહેરમાં સતત વધતા સંક્રમણની વચ્ચે કોરોનાના દર્દીઅો પણ ટપોટપ મરી રહ્યા હતા.

જેથી શિક્ષણ બોર્ડ મારફતે ધોરણ 10 અને 12ની લેવાતી વાર્ષિક પરીક્ષાને બદલ માસ પ્રમોશનનો નિર્ણય લેવાયો છે. જેના પગલે ધોરણ 10માંથી 11માં ધોરણમાં પ્રવેશ મેળવનારાની સંખ્યા વધી જશે, જેથી અેક વર્ગમાં 60 વિદ્યાર્થીઅોને બદલે 75 વિદ્યાર્થીઅો સમાવવાનો નિર્ણય લેવાયો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે 25મી જૂનના જિલ્લા શિક્ષણાધિકારીઅોને પત્ર લખી જણાવ્યું છે કે, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ માટે જૂન 2019થી વર્ગદીઠ 75 વિદ્યાર્થીઅોને પ્રવેશ અાપવાની જોગવાઈ અમલી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 2021ની 22 જૂનથી ધોરણ 11માં શાળા પાસે ઉપલબ્ધ જગ્યાની સગવડ ધ્યાને લેતા વર્ગદીઠ 75 જેટલા વિદ્યાર્થીઅોને પ્રવેશ અાપી શકાશે. વધુમાં, જે વર્ગ રૂમમાં 75 વિદ્યાર્થી ઉપરાંત વધુ વિદ્યાર્થીઅો સમાવવા માટે પૂરતી જગ્યા અને સાધન સામગ્રી હોય તે વર્ગરૂમમાં 75 વિદ્યાર્થી કરતા વધુ વિદ્યાર્થીઅોને શાળાના વડા પોતાની વિવેકબુદ્ધિ અનુસાર પ્રવેશ અાપી શકશે.

ધોરણ 8 પ્રાથમિકમાં જતા વધુ રૂમ હશે
શિક્ષણ બોર્ડે ગ્રાન્ટ-ઈન-અેઈડ શાળાઅોની વર્ગ ખંડ વધારવાની મંજુરી ઉપર જોરદાર તર્ક અાપતા જણાવ્યું છે કે, ધોરણ 8ના વર્ગખંડો પહેલા માધ્યમિકમાં અાવતા હતા. હવે ધોરણ 8 પ્રાથમિક કક્ષામાં અાવરી લેવાયો છે, જેથી મોટાભાગની ગ્રાન્ટ-ઈન-અેઈડ શાળાઅોમાં ધોરણ 8ના વર્ગ ખાલી જ પડ્યા હશે. જેનો ઉપયોગ કરી શકાશે, જેથી વધારાના વર્ગખંડોની જરૂરિયાત પડશે નહીં.

પાળી પદ્ધતિ અમલમાં કરો
શાળાઅોમાં વર્ગખંડો ઉપલબ્ધ ન હોય તો ત્યાં પાળી પદ્ધતિ અપનાવીને શૈક્ષણિક કાર્ય કરાવી શકાશે અેવો પણ સૂજાવ અાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...