ક્રાઇમ:માંડવીમાં પિઝાની લારીએ પૈસા મુદ્દે હુમલો

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવીમાં સ્વામિનારાયણ મંદિર પાસે પિઝાની લારીએ છુટા પૈસા આપવા મુદ્દે ગ્રાહક અને લારીધારક વચ્ચે બોલાચાલી થઇ હતી જેમાં લારીધારકે ગ્રાહકને હાથમાં રહેલો સ્ટીલનો ચમચો નાકમાં મારી ઇજા પહોંચાડી હતી. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, નઝીર સાલેમામદ ઓઢેજા (રહે. માંડવી)વાળો ચેતન ખારવા (રહે. ખારવા પાચાડા)વાળાની પીઝાની લારીએ પાર્સલ કરાવવા માટે ગયો હતો, જયાં છુટા પૈસા આપવા મુદ્દે બોલચાલી થતા લારી ધારકે સ્ટીલનો ચમચો નાકમાં મારતા ઇજાઓ પહોંચી હતી. માંડવી પોલીસ મથકે ફોજદારો નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...