તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:વેતન વિહોણા કોવિડ સહાયકોના સિવિલ સર્જનની ચેમ્બરમાં ધરણા

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ABVPને સાથે રાખીને સૂત્રોચ્ચાર

મહામારીને લઇને ભુજની જનરલ હોસ્પિટલમાં કોવિડ સહાયક તરીકે સેવારતોએ છેલ્લા ત્રણ માસથી તેમનું માનદ્દ વેતન ચૂકવાયું નથી તેવા આક્ષેપો સાથે સિવિલ સર્જનની ચેમ્બરમાં જ ધરણા પર બેસી ગયા હતા. આ તકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કેટલાક કાર્યકરો પણ તેમના ટેકામા આવી પહોંચ્યા હતા. છેલ્લા 3 મહિના જેટલા સમયથી કોરોનાના વોર્ડમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટુડન્ટને તેમનું માનદ્દ વેતન આપવામાં આવ્યું નથી તેવા આક્ષેપ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોવિડ સહાયકોને સાથે રાખીને સિવિલ સર્જનની કચેરીમા વિરોધ પ્રદર્શન કરાયું હતું. અગાઉ ગાંધીધામની રામબાગ હોસ્પિટલ ખાતે રજુઆત કરી હતી ત્યારે નિયત કરેલી માનદ્દ રકમ ચૂકવાઇ જશે તેમ જણાવાયું હતું પરંતુ આજ દિન સુધી એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી તેવા આક્ષેપ સહાયકોએ કર્યા હતા.

વહીવટી ગૂંચથી વિલંબ થયો છે, સિવિલ સર્જન
જે તે સમયે કોરોનાના કેસમાં ઉછાળો આવતાં આરોગ્ય કમિશનરના આદેશ મુજબ નર્સિગ સ્ટુડન્ટને કોવિડ સહાયક તરીકે ફરજ સોંપાઇ હતી અને અગાઉ ચૂકવણુ પણ કરાયું છે તેમ જણાવતાં સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચે ઉમેર્યું હતું કે, તિજોર કચેરીમાં વહીવટી ગૂંચ પેદા થતાં તેઓ ખુદ સહાયકોની સાથે ટ્રઝરી ઓફિસર સમક્ષ ગયા હતા અને ત્વરિત કાર્યવાહી માટે સૂચન કર્યું હતું. પોતે વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો અને સપ્તાહનો ઉઘડતો દિવસ હોતાં વ્યસ્ત રહ્યા હતા તેમ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો