તાલીમ કસોટીનો આરંભ:ભુજમાં હોમગાર્ડ ભરતી માટે આવેલા 230 ઉમેદવારોની શારિરીક પરીક્ષા શરૂ કરાઇ

ભુજ15 દિવસ પહેલા
  • શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રશિક્ષણ તાલીમ કસોટીનો આજથી આરંભ કરાયો

કચ્છ જિલ્લામાં હોમગાર્ડ ભરતી માટે આજે ભુજના પોલીસ હેડ ક્વાર્ટર ખાતેના પીલીસ પરેડ ગ્રાઉન્ડમાં ઉમેદવારોની શારીરિક કસોટી લેવાનો પ્રારંભ પોલીસ અને હોમગાર્ડ યુનિટના રાજ્ય કક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 280માંથી સ્થાનિકના 230 યુવાનો હોમગાર્ડ તરીકે ભરતી થવા ઉમટી પડ્યા છે.

આ વિષે ભુજ પોલીસ હેડ ક્વાર્ટર ડીવાયએસપી બી.એમ.દેસાઈએ જણાવ્યું હતું કે હોમાગાર્ડ ભરતી માટે આવેલા 230 જેટલા યુવાનોની આજે રવિવારે સવારે 6.30 વાગ્યાથી શારીરિક કસોટી શરૂ કરવામાં આવી છે. કસોટી અંતર્ગત ઇચ્છુક ઉમેદવારોની ઊંચાઈ, વજન માપી તેની નોંધ કરાયા બાદ 1600 મીટરની દોડ યોજાય છે. આ પરીક્ષા યુવાને 9મિનિટમાં પૂર્ણ કરવાની રહે છે. આ તમામ પ્રક્રિયાનું વીડિયો રેકરોડિંગ પણ કરવામાં આવી રહ્યું છે. કુલ 280 જગ્યા માટે અત્યારે 230 યુવાનો પહોંચ્યા છે. આ ભરતી પ્રક્રિયા હજુ 3 થી 4 દિવસ સુધી ચાલશે.

શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલા હોમગાર્ડ ભરતી મેળાની કાર્યવાહી હેડ ક્વાર્ટર ડીવાયએસપી બી.એમ.દેસાઈ, અમદાવાદ હોમગાર્ડ પીઆઇ આઈ.આઈ.શેખ સાથે જિલ્લા હોમગાર્ડ અધિકારી અને સ્ટાફ આયોજન વ્યવસ્થા સંભાળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...