નિર્ણય:પીએચડીની પરીક્ષાઓ હવે 20મીએ લેવાશે

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુનિ. દ્વારા લેવાનારી રસાયણ અને મનોવિજ્ઞાનની લેવાનારી પરીક્ષાઓ રદ્દ કરાઇ હતી, જે હવે ૨૦મીએ લેવાશે. તો ૨૧મીથી સેમેસ્ટર પ અને ૬ ની રીમીડીયલ પરીક્ષાઓ પણ શરુ થશે. અગાઊ જે છાત્રોએ પરીક્ષા આપેલ તે તમામને મળશે તેમજ તેની વિગતો અને હોલ ટિકીટ કચ્છ યુનિવર્સિટીની વેબસાઈટ પરથી મેળવી શકાશે. તો બીજી તરફ કચ્છ યુનિવર્સિટી દ્વારા ૨૧મીથી રીડીમીયલ પરીક્ષા ૨૧મીથી ઓફલાઇન લેવામાં આવશે. સેમેસ્ટર પ અને ૬ ની રીડીમીયલ ઓફલાઇન પરીક્ષા પણ લેવામાં આવશે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક મહીનાઓથી પીએચડીની પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવતી હતી, તો અમુક પરીક્ષાઓ જ રદ્દ કરી દેવાઇ હતી. કોરોના મહામારીને કારણે વાયરસ ફેલાવવાનો ભય તેમજ સંક્રમીત થવાના ડર વચ્ચે અનેક પરીક્ષાઓ રદ્દ તો અમુક મોકુફ રાખી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...