તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:શહેરમાં ‘સેલ’ કંપનીનું પેટ્રોલ પ્રતિ લીટર રૂા. 100એ પહોંચ્યું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી તેલ કંપનીઓનો પેટ્રોલનો ભાવ હવે શતક નજીક

સરકારી તેલ કંપનીઓ દ્વારા મે મહિનાથી સતત ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યું છે. કચ્છમાં એક દિવસના વિરામ બાદ પેટ્રોલમાં 33 પૈસા અને ડીઝલમાં 18 પૈસાનો વધારો કરાતા અનુક્રમે રૂ.97.33 અને રૂ.96.70 ભાવ છે. આમ છેલ્લા 65 દિવસ પેટ્રોલમાં સતત 36મી અને ડીઝલમાં 34મી વખતના વધારા સાથે અનુક્રમે રૂ.9.50 અને રૂ.9.52નો વધારો કરાયો છે.

આ બધાના આશ્ચર્ય વચ્ચે કચ્છમાં સેલ કંપની દ્વારા પેટ્રોલ પ્રતિ લીટર રૂ.100ના ભાવે વેચાણ કરવામાં આવી રહ્યો છે. ઇંધણના આકાશે સ્પર્શતા ભાવ વધે હાલ કોઈ રાહત જોવા મળી રહી નથી તેમજ કાચા તેલની કિંમત વધવાના કારણે આવનારા દિવસોમાં પણ ઇંધણના ભાવ સામાન્ય લોકોના જીવનમાં આગ લગાડશે.

દેશના વિવિધ રાજ્યો સહિત પ્રમુખ ચાર મહાનગરોમાં પણ પેટ્રોલના ભાવ હવે શતક મારી ચૂક્યા છે. હાલ ગંગાનગરમાં સૌથી વધુ ભાવે પેટ્રોલ રૂ.111.52 અને ડીઝલ રૂ.102.79ના ભાવે મળી રહ્યો છે. નોંધનીય છે કે ગત મહિનાઓમાં વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે ક્રૂડ ઓઇલ મોંઘો થવા છતાં પણ કોઈ ભાવ વધારો કરાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...