તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • Petrol In Bhuj All Time High Rs. 87.28 Per Liter, BJP Is Currently Silent On The Fuel Issue In Bhuj At The Time Of UPA!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસહ્ય ભાવ વધારો:ભુજમાં પેટ્રોલ ઓલ ટાઇમ હાઇ રૂા. 87.28 પ્રતિ લિટર,યુપીએ સમયે ભુજમાં ઇંધણના મુદે હોબાળો મચાવનારો ભાજપ હાલ ચૂપ !

ભુજ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
તા.31-5-2012ના રોજ પેટ્રોલનો રૂા.77 હતો ત્યારે ભાજપના નેતાઓ જાહેર માર્ગ પર દંડા અને પથ્થરો સાથે ઉતર્યા હતા - Divya Bhaskar
તા.31-5-2012ના રોજ પેટ્રોલનો રૂા.77 હતો ત્યારે ભાજપના નેતાઓ જાહેર માર્ગ પર દંડા અને પથ્થરો સાથે ઉતર્યા હતા
 • ભુજમાં છેલ્લે 22/9/2020ના પેટ્રોલમાં 8 પૈસાનો ઘટાડો થયો હતો, ત્યાર બાદ ભાવોમાં સતત વધારો !
 • સતત દસમા દિવસે ભાવો વધ્યા, ડીઝલની કિંમત પણ રૂા. 86.66 પ્રતિ લિટરે પહોંચી સર્વોચ્ચ સપાટી વટાવી

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોએ મધ્યમ વર્ગ અને ટ્રાન્સપોર્ટરોની કમર ભાંગી નાખી છે. ભુજની વાત કરવામાં આવે તો પેટ્રોલ ગુરૂવારે વધુ 32 પૈસા વધી ઓલ ટાઇમ હાઇ રૂા. 87.28 લિટર થઇ ગયું છે. જ્યારે ડીઝલ પણ રૂા. 86.66 પર સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયું છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે હાલ કેન્દ્રમાં પણ સત્તા હોવાથી સ્થાનિક ભાજપના નેતાઓને આ ભાવ વધારાની કઇ પડી નથી. આજથી 8 વર્ષ પહેલા કેન્દ્રમાં યુપીએની સરકાર હતી ત્યારે કચ્છના ભાજપના નેતાઓ ઇંધણના ભાવ વધારાનો વિરોધ કરવાનુ ચુકતા ન હતા !

વર્ષ 2012માં જ્યારે પેટ્રોલના ભાવ રૂા. 77 પ્રતિ લિટર હતા ત્યારે ભાજપના સભ્યોએ ભુજમાં પેટ્રોલના ભાવ વધારાના મુદ્દે દાદાગીરી સાથે વિરોધ કર્યો હતો. ત્યારે 31મી મે 2012ના ભારત બંધનુ એલાન કરાયું હતું. ત્યારે આ બંધને સફળ બનાવવા ભુજમાં ભાજપના નેતાઓએ રીતસર ગુંડાગીરી કરી હતી. ભુજમાં દુકાનો બંધ કરાવવા પથ્થરમારો કરાયો હતો. જેમા બેંકોના કાચ પણ તોડવામાં આવ્યા હતા. પરંતુ હાલ હવે કેન્દ્રમાં ભાજપની સરકાર છે. ભુજમાં ઓલ ટાઇમ હાઇ 87.28 પ્રતિ લિટર ભાવ પહોંચી ગયા હોવા છતાં ભાજપને હાલ કોઇ પરવા નથી. ભાજપના સભ્યો હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા લાગેલા છે.

પેટ્રોલમાં 5 વર્ષમાં રૂા. 27 વધ્યા : 18 દિ’માં 3.42નો વધારો
ભુજની વાત કરવામાં આવે તો ભુજમાં ડિસેમ્બર 2015માં પેટ્રોલના 60.26 પ્રતિ લિટર ભાવ હતા! આજે પાંચ વર્ષ પછી જોવામાં આવે તો લિટર પાછળ 27 રૂપિયા વધી ગયા છે. ચાલુ વર્ષની વાત કરવામા આવે તો 31મી જાન્યુઆરીના લિટરના રૂા. 83.86 ભાવ હતા. આમ માત્ર 18 દિવસમાં પેટ્રોલ પાછળ રૂા. 3.42નો વધારો થયો છે.

ડિઝલમાં પાંચ વર્ષમાં અધધ રૂપિયા 37.18નો વધારો
પેટ્રોલની સાથે ડીઝલમાં તો અસહ્ય ભાવ વધારો થયો છે. ડિસેમ્બર 2015માં ભુજમાં ડીઝલના પ્રતિ લિટરે રૂા. 49.48 હતા. તે હવે વધીને લિટરે રૂા. 86.66 થઇ ગયા છે. આમ પાંચ વર્ષમાં ડીઝલમાં રૂા. 37નો વધારો થઇ ગયો છે. ડીઝલમાં ભાવ વધારાથી ટ્રાન્સપોર્ટરો અને ટ્રાવેલ્સ કંપનીઓ પરેશાન છે. પરંતુ સ્થાનિક રાજકારણીઓ આ મુદ્દે ચૂપ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો