તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • PETA Accused Of Misrepresenting Indian Dairy Industry, Sarhad Dairy Chairman Expresses Resentment Against The Organization

રોષ:PETA સામે ભારતીય ડેરી ઉદ્યોગનો દુષ્પ્રચાર કરવાનો આક્ષેપ, સરહદ ડેરીના ચેરમેને સંસ્થા વિરુદ્ધ રોષ વ્યકત કર્યો

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વ દૂધ દિવસ નિમિત્તે શુભેચ્છા સાથે વિદેશી સંસ્થા વિરુદ્ધ રોષ વ્યકત કર્યો

કચ્છની સરહદ ડેરીના ચેરમેન દ્વારા અમેરિકન સંસ્થા PETA દ્વારા વેગન ફૂડના નામે ખોટો પ્રચાર કરાઈ રહ્યાનો આક્ષેપ કરવામા આવ્યો છે. વલમજીભાઈ હુમલે જાહેર કરેલી યાદી અનુસાર People for the Ethical Treatment of Animals (PETA) જે એક અમેરિકન સ્વૈચ્છિક સંસ્થા છે. તે વેગન ફૂડના નામે કૃત્રિમ ફેકટરીમાં વિવિધ વનસ્પતિ દ્વારા વેગન ફૂડનું ઉત્પાદન કરે છે, જે પ્લાન્ટ બેઝ ડ્રિંક છે. જેને દૂધના નામે ખપાવી દેવામાં આવી રહ્યું છે.

આ ડ્રિંક મુખત્વે સોયા , નારિયેળ, બદામ, ચોખા(ભાત) અને ઓટ વગેરેમાંથી તૈયાર કરવામાં આવે છે. અને આપણે જે ગાય ભેંસના ઉછેર મારફત દૂધ મેળવીએ છીએ તેને આ સંસ્થા પ્રાણીઓ પર ક્રૂરતાના નામે બદનામ કરી રહી છે. દૂધની ડેરીઓને તેમાં પણ ખાસ કરીને અમુલ ડેરીની સાથે ડેરી ઉધોગ સાથે સંકળાયેલા 10 કરોડ લોકોને બેકાર બનાવવા માટેના પ્રયત્નો છે. જેની હવે પોલ ખોલી છે.

વધુમાં તેમના જણાવ્યા અનુસાર ભારતીય સંસ્કૃતિ હંમેશા પશુઓને પોતાના પરિવારનો હિસ્સો માનતી આવી છે. જેથી પ્રાણીઓ પર ક્રુરતાનો કોઈ સવાલ જ ઉતપન્ન થતો નથી. આ પ્રકરણમાં દેશ દૂધ ઉત્પાદનમાં આત્મનિર્ભર છે. જેને દૂધ આયાત માટે કોઈજ જરૂર નથી, તે માળખાને તોડી પડવા માટે વિદેશી કંપનીઓના સહયોગ સાથે PETA સંસ્થા બદનામ કરી રહી છે. જેથી આવી સંસ્થાઓને પ્રોત્સાહન ના આપી તેનો વિરોધ કરવો ખૂબ જરૂરી છે. અને વિદેશી સંસ્થાની આ બાબતને સખ્ત શબ્દોમાં વખોડવામાં આવે છે. વધુમાં તેમણે વિશ્વ દૂધ દિવસની સૌનો શુભેચ્છા પણ પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...