ધમકી:દુષ્કર્મની ફરિયાદ ખેંચી લેવા મહિલા પોલીસને કર્મીની ધમકી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામીન પર છૂટ્યા બાદ ફરી હેરાન કરવાનું શરૂ કર્યું
  • ​​​​​​​અોક્ટોબરમાં મહિલા પોલીસે નોંધાવી હતી ફોજદારી

ગત અોક્ટોબર માસમાં પદ્ધર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી સામે મહિલા પોલીસ કર્મચારીઅે લગ્નની લાલચે દુષ્કર્મ કર્યા અંગેની ફોજદારી અે ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી. જામીન પર છુટી ગયેલા પોલીસ કર્મચારીઅે મહિલા કર્મચારીને ફરિયાદ પરત ખેંચી લેવા ધમકી અાપતા મામલો ફરી ગરમાયો છે પોલીસ કર્મચારી જામીન પર છૂટ્યા બાદ ફરીથી હેરાન કરી ધમકી આપતા અે ડિવિજન પોલીસ મથકમાં ફોજદારી નોંધાઇ છે.

સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જે તે સમયે પદ્ધર પોલીસ મથકે ફરજ બજાવતા જતીન ચાૈહાણ સામે ભુજના 36 કવાર્ટરમાં રહેતી મહિલા પોલીસ કર્મચારીઅે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં અારોપી પોલીસ કર્મચારી જામીન મેળવી લીધા હતા.

ગત 23 નવેમ્બરના ફરિયાદી મહિલા પોતાના ઘરેથી નિકળી અોફીસે જતી હતી ત્યારે અારોપી પોલીસ કર્મચારીઅે તારો શું વિચાર છે, ફરિયાદ પરત ખેંચી લેજે તેમ કહી ધમકી અાપી હતી, બાદમાં ઇન્સ્ટાગ્રામ પર જુદા જુદા મેસેજ કર્યા હતા. તેમજ બાદમાં 6 ડિસેમ્બરના સાંજે છઅેક વાગ્યાના અરસામાં ઉભી રખાવી ધમકી અાપતા મહિલા પોલીસ કર્મચારીઅે બીજા દિવસે 7મી તારીખે અેક અરજી લખી અે-ડિવીજન પોલીસને મોકલી હતી, જે અરજી સબંધે પોલીસ કર્મચારીઅ સામે વધુ અેક ફરિયાદ અે ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...