ક્રાઇમ:નેત્રમની નજરે ન ચડે એવી નંબર પ્લેટ વાહન માટે નિયમભંગની છૂટ !

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક દ્વિચક્રી વાહનો અને કાર બિન્દાસ્ત નિયમોનો ભંગ કરે છે

સરકારે વાહનના નિયમો કડક કર્યા, નિયમભંગ કરનારને આકરો દંડ ફટકારવાનો શરૂ કર્યો. તો કોઈ છટકી ન શકે તે માટે નેત્રમ યોજના અંતર્ગત મુખ્ય રસ્તાઓ પર હાઈ સેન્સેટિવ કેમેરા લગાવ્યા. જેના કંટ્રોલ રૂમમાં બેસીને પોલીસ વિભાગ નિયમ તોડનારને ઈ-મેમો મોકલાવી દે છે. આ વ્યવસ્થાને કારણે ઘણે અંશે લોકોમાં શિસ્ત પણ આવ્યું છે.

હેલ્મેટ ન પહેરનારને દંડ આપવા બાબતે હાલ તંત્ર કૂણું વલણ અપનાવે છે, પરંતુ ચાલુ બાઈકે મોબાઈલ પર વાત કરવી, કારમાં સીટ બેલ્ટ ન બાંધવો જેવા ગુના પર બાજ નજર રાખે છે. તેની સામે એવા ઘણા વાહનો જોવા મળે છે કે, જેની નંબર પ્લેટ પર કાળા કલરમાં એમ્બોઝ નંબર દેખાતા નથી. માટે સીસીટીવીમાં દેખાય તો પણ નંબર ન દેખાતા કોઈ કાર્યવાહી થઈ ન શકે.

આવા લોકો બિન્દાસ્ત નિયમભંગ કરે છે, કારણ કે તેમને ખ્યાલ જ છે કે, કેમેરામાં પોલીસ વાહન પિછાણી નહિ શકે. તેવી જ રીતે ઘણી કાર પણ એવી છે કે, જેની નંબર પ્લેટ પરથી કાળો કલર ઉડી જતાં આખી સફેદ થઈ ગઈ છે. કોઈ કોઈ એવા વાહન પણ છે કે, જેઓ નંબર પ્લેટ જ કાઢી નાખે છે.

અન્ય સમાચારો પણ છે...