તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાની સ્મૃતિ:બન્નીના ગુલબેગ ‘દાદા’ની મહેમાન નવાઝી આજે પણ લોકો યાદ કરે છે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સદ્દગતની વિદાયને 22 વર્ષ થયા, સેવાની સ્મૃતિ કાયમ રહેશે

બન્ની વિસ્તારની મુલાકાતે આવતા કચ્છ કે દેશ-વિદેશના મહેમાનોની આગતા સ્વાગતા માટે કોઇ કચાસ ન રાખનારા મોરાણા ગુલબેગ મીયા હુસેને ફાની દુનિયા છોડી તેને 22 વર્ષ જેટલો લાંબો ગાળો વીતી ગયો તેમ છતાં આજે પણ તેમની મહેમાન નવાઝીને લોકો યાદ કરે છે.

1921માં ધોરડો ગામે જન્મેલા આ મહેમાન નવાઝની બેઠક 24 કલાક અતિથિઓ માટે ખુલ્લી રહેતી. તેમના વિષે વિદેશી મેગેઝીનોમાં પણ અનેક લેખો પ્રકાશિત થયા છે. ગ્રામ પંચાયતની સ્થાપના થઈ ત્યારથી ધોરડો જુથ ગ્રામ પંચાયતના સમરસ સરપંચ તરીકે 30 વર્ષ સુધી સેવા આપનારા સદ્દગતે વર્ષ 1961થી 1963 સુધી બન્નીના 40 ગામના ઓનરરી મેજીસ્ટ્રેટ તરીકે સેવા આપી તેની સાથે ભુજ તાલુકાની આરોગ્ય સમિતિના સભ્ય રહ્યા હતા, તેમ તેના પુત્ર મુતવા મિયા હુશેન ગુલબેગે જણાવ્યું હતું.

ગુજરાત ગૌ સંવર્ધન તથા ઓલ ઈન્ડિયા રેડિયો સલાહકાર સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપી હતી. આ ઉપરાંત કચ્છ ડીસ્ટ્રીકટ કો-ઓપ. બેન્ક તથા કચ્છ ડેરીના ડાયરેકટર તરીકે પણ કામગીરી કરી હતી. અછતના સમયમા અછત રાહત સમિતિના સભ્ય તરીકે લોકોની મુશ્કેલીમાં સાથ આપતા આ મહેમાન નવાઝે સરહદના સંત્રી તરીકે પણ પોતાની ફરજ બજાવી હતી.

તેમના ઘરે વીવીઆઈપી તથા અનેક રાજકીય હોદેદારો, પદાધિકારીઓ પણ આવતા. રણમાંથી કેમ લોકોને રોજગારી મળે એ તેમનું સ્વપ્ન હતું જેના ફળ સ્વરૂપે પ્રધાનમંત્રી મોદીના પ્રયાસો થકી ધોરડોએ આંતર રાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી છે. કાંતિસેન શ્રોક તથા ચંદાબેન શ્રોફે વર્ષ 1969માં ધોરડોની મુલાકાત લીધી ત્યારે બન્ની વિસ્તારની બહેનોને રોજગારી મળે તે માટે ભરતકામ ચાલુ કરાવ્યું હતું જે આજ દિન સુધી ચાલુ છે.

બન્નીના વિકાસની વાત આવે તે સમયે ખભે–ખભા મીલાવી સહકાર આપતા હતા સદ્દગતને લોકો “દાદા” તરીકે ઓળખતા હતા. તા. 3/7/1999ના તેમણે વિદાય લીધી તેને 22 વર્ષ વીતી ગયા છે પરંતુ હજુ પણ કચ્છ ઉપરાંત દેશ-વિદેશથી આવતા લોકો તેમની મહેમાન નવાઝી, પ્રેમ અને મીઠો આવકાર લોકો ભુલ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...