તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રશ્નોની વણઝાર:રાપરમાં પાણી મુદ્દે યોજાયેલા લોક દરબારમાં લોકોએ પાણી બતાવ્યું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી સમસ્યાને લઇને પ્રશ્નોની ઝડી વરસી : 55 મુદ્દા ચર્ચાયા
  • પાણી ચોરોને દંડ કરીને શિક્ષાત્મક પગલા ભરાશે : પાણી પુરવઠામંત્રી

પાણી પુરવઠામંત્રીની હાજરીમાં રાપરમાં પાણી મુદ્દે યોજાયેલા લોક દરબારમાં લોકોઅે તંત્રને પાણી બતાવી પ્રશ્નોની ઝડી વરસાવી હતી અને 55 મુદ્દા પર ચર્ચા-વિચારણા કરાઇ હતી. પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં યોજાયેલા લોક દરબારમાં મંત્રીઅે જણાવ્યું હતું કે, જિલ્લામાં રૂ.742 કરોડના ખર્ચે નલ સે જલના 2021-22 કાર્યક્રમ પૂર્ણ થતાં યોજના 100 ટકા સિધ્ધિ મેળવશે. તેમણે રાપર અને ભચાઉ તાલુકાના અગ્રણીઅો, સરપંચોના પાણી પ્રશ્નો, સમસ્યાઓ સાંભળી, સંબંધિત અધિકારીઅોને તત્કાળ પગલાં ભરવા આદેશ કર્યો હતો.

પાણી ચોરી કરનારા સામે ડોમેસ્ટિક વોટર સપ્લાય એકટ હેઠળ દંડાત્મક અને શિક્ષાત્મક કાયદાકીય પગલાં ભરાશે. કાયદેસર પાણી માંગે તેમને જોડાણ આપો, મીટરથી પાણી મળશે. પીવાના પાણી માટે બંને તાલુકામાં થતી ગેરરીતિ અને ફરિયાદો અને સમસ્યાઓ બાબતે મંત્રીએ સંકળાયેલા કર્મચારી અધિકારીઓને યોગ્ય અને સત્વરે કામગીરીના ઉકેલ માટે તાકીદ કરી હતી.

રાપર અને ભચાઉ તાલુકામાં 46 કરોડની પાણી કનેકટીવીટી સુધારણા યોજના તૈયાર કરી છે. રાપર તાલુકાના 49 ગામો અને 128 વાંઢોને સુચારૂરૂપે પાણી મળી રહે તે માટે રૂ.46 કરોડ રાપર જૂથ સુધારણા યોજના અને ભચાઉ જૂથ પાણી પુરવઠા યોજના રૂ.34 કરોડની યોજના મંજૂર કરાઇ છે. ભીમાસર ભુટકિયામાં તળાવ સ્ટોરેજનો ઉપયોગ કરવા, હમીરપર કેનાલમાંથી ભીમાસર તળાવ ભરવા કહ્યું હતું. પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ આ તકે કચ્છમાં 7 હજાર કિ.મી.માં ફેલાયેલા પાણી નેટવર્ક અને પાણી પુરવઠાની કામગીરીથી સૌને વાકેફ કર્યા હતા.

ફતેહગઢ, સામખિયાળી યોજના અાશીર્વાદરૂપ સાબિત થશે
રાપર તાલુકાના ફતેહગઢમાં પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળિયાએ રૂ.37.45 કરોડના ખર્ચે બની રહેલા ફતેહગઢ ડેમ પ્રોજેકટની મુલાકાત લઇ ફતેહગઢ રાપર જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણી પુરવઠા ફિલ્ટર પ્લાન્ટ, કલીયર વોટર સમ્પ, ડીઆઇ અને પીવીસી પાઈપલાઇન પાથરવાના કામ અન્વયે 110 લીટર ક્ષમતાના જળશુધ્ધિ પ્લાન્ટ, સામખિયાળી યોજના હેઠળ વર્ષ 2021ના મીસીંગ લીંક કાર્યક્રમ હેઠળ કાર્યાન્વિત રૂ.16.7 કરોડના ખર્ચે બનતા નર્મદા ફિલ્ટર પ્લાન્ટથી ભચાઉ તાલુકાના 18 ગામો અને 7 પરા લાભાન્વિત થશે.

અન્ય સમાચારો પણ છે...