તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • People Of 18+ Were Deprived Of Vaccination As The PHC Center Of Koday Village In Mandvi Taluka Was Not Included In The Health Bridge.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવ્યવસ્થા:માંડવી તાલુકાના કોડાય ગામની પી.એચ.સી કેન્દ્રનો આરોગ્યસેતુમાં સમાવેશ ન હોવાથી 18+ના લોકો રશીકરણથી વંચિત રહ્યા

ભુજ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રશ્નના નિરાકરણ માટે નારાજ ગ્રામજનોએ રસીકરણની માંગ કરી

ભારત સરકાર દ્વારા કોરોના મહામારીથી બચવા વધુને વધુ લોકો રસીકરણથી જોડાય તે માટે પ્રયાસો કરી રહી છે. જેના ભાગ રૂપે હવે 18+ના લોકોને પણ કોરોના વિરોધી રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ માટે આરોગ્ય સેતુ એપ ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તેમનેજ રશી આપવામાં આવી રહી છે. ત્યારે કોડાયના 18+ ના લોકોને રસી મળશે કે કેમ તે અંગે કોઈ પાસે જવાબ નથી. કારણકે આરોગ્ય સેતુ એપમાં કોડાયના પી.એચ.સી કેન્દ્રનો સમાવેશ નથી. જ્યારે આજુબાજુના ગામડાઓના નામો એપમાં સામેલ હોવાથી, ત્યાં રસીકરણ પણ શરૂ થઈ ગયું છે. પરંતુ કોડાય જેવા મોટા ગામમાં આ સુવિધા ઉપલબ્ધ ન થતા ગ્રામજનોમાં નારાજગી ફેલાઈ છે. એવું ગામના સિકંદર ખાલીફએ જણાવ્યું હતું. આ પ્રશ્ને યોગ્ય નિરાકરણ લાવવા લોકોએ માંગ કરી હતી.

આ વિશે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. માઢકને પૂછતાં તેમણે પ્રશ્નનું તાત્કાલિક નિવારણ લાવવા ખાતરી આપી હતી, અને લોકોને જલ્દી રશી મળતી થશે એવું જણાવ્યું હતું. અલબત્ત કોડાય આરોગ્ય કેન્દ્રના ડો. મંજુબેનને આ અંગે જાણ કરાતા તેમણે પ્રશ્નના નિરાકરણના બદલે સવાલકર્તાઓને ગેરજવાબ આપ્યો હોવાનો આક્ષેપ લોકોએ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો