તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માંડવી તાલુકાના નાની મઉ સીમ વિસ્તારમાં ઘોડાલખ વોટર સપ્લાયના બોરમાંથી વાયરની ચોરીના કેસનો ગઢશીશા પોલીસે ભેદ ઉકેલી લીધો છે. દેવપરગઢ રોડ પરથી ત્રણ આરોપીઓને રૂપિયા 7,360ના કેબલ તેમજ 50,000ના છકડારીક્ષા સાથે દબોચી લીધા છે. પ્રાપ્ત વિગતો મુજબ ગઢશીશા પોલીસની ટીમે બાતમીના આધારે ગઢશીશા-દેવપર રોડ પરથી છકડો રીક્ષામાં ચોરાઉ કેબલ વાયર લઇને જતા મુળ જુના જામથડા ગામના અને હાલ ભુજમાં રહેતા ઈસ્માઈલ મીઠુ નુરમામદ સોઢા, અને માધાપર હાઈવે પર રહેતા મહેશગર ઉર્ફે કાળો પ્રેમગર ગોસ્વામી તેમજ દેવપર ગઢમાં રહેતા સલીમ ભચુ સાટીને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આરોપીઓના કબજામાંથી છકડો તેમજ કેબલ કબજે કરી કેબલ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં ગઢશીશા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ગોજીયા સાથે તેમની ટીમ જોડાઇ હતી.
પકડાયેલા તસ્કરો બપોરના ભાગે કુહાડીથી કેબલ કાપી ચોરી કરતા હતા
પકડાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડી બપોરના ભાગે અલગ અલગ જગ્યાએ વાડી વિસ્તારોમાં જઇને પાણીના બોરની મોટરના વાયરોને કુહાડીથી કાપીને ચોરીને અંજામ આપણા હતા.
આરોપી ઇસ્માઇલ વિરૂધ અગાઉ નોંધાયા છે ત્રણ ગુના
ત્રણેય આરોપીઓ પૈકી ઈસ્માઈલ મીઠુ નુરમામદ સોઢા વિરૂધ પોલીસ મથકમાં ચોરીના અલગ અલગ ત્રણ ગુનાઓ નોંધાઇ ચુક્યા છે અને તે આરોપી ગુનાહીત ઈતિહાસ ધરાતો રીઢો ગુનેગાર છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.