મેળાનું સમાપન:બન્નીના હોડકોમાં બખ મલાખડો નિહાળવા કચ્છભરમાંથી લોકો ઉમટ્યા

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશુ પ્રદર્શન, વેચાણ સાથે જૈવ વિવિધતાનું આદાન-પ્રદાન
  • પશુ તંદુરસ્તી, દૂધ દોહન હરીફાઇના વિજેતાઅોને પુરસ્કૃત કરાયા

ભુજ તાલુકાના હોડકોમાં બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા યોજાયેલા બે દિવસીય પશુ મેળાનું સમાપન થયું છે અને બીજા દિવસે બખ મલાખડા સાથે વિવિધ હરીફાઇઅોના વિજેતાઅોને ઇનામો અાપી નવાજવામાં અાવ્યા હતા. બખ મલાખડો નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

બે દિવસીય મેળામાં પશુ પ્રદર્શન, વેચાણ સાથે જૈવ વિવિધતાનું અાદાન-પ્રદાન કરાયું હતું. મેળાના બીજા દિવસે ગાય, ભેંસ દૂધ દોહન હરીફાઇ તેમજ ભેંસ, પાડા, ગાય અને અાખલા માટે તંદુરસ્તીની હરીફાઇ યોજાઇ હતી. તંદુરસ્ત ભેંસ સ્પર્ધામાં હાલેપોત્રા અબ્દુલ ઇલ્યાસની ભેંસ (પ્રથમ), હાલેપોત્રા સુલેમાન હાજી મહેરઅલી (દ્વિતીય), હાલેપોત્રા ઇલ્યાસ સુખ્યા (તૃતિય), જત હાજી અબ્દ રહીમ (ચતુર્થ) અને પાંચમા નંબરે હાલેપોત્રા સાહેભના સુખ્યાની ભેંસ વિજેતા બની હતી.

જયારે અાખલામાં માલધારી આહીર હિરા દેવકરણનો અાખલો (પ્રથમ), હાલેપોત્રા હાજી મીરુ જમીલ (દ્વિતીય), હાલેપોત્રા અબ્દુલ રહમાન (તૃતિય), તંદુરસ્ત પાડાની સ્પર્ધામાં હાલેપોત્રા ઓભાયા હાજીનો પાડો (પ્રથમ), મુતવા સાહેભના ભીલાલ (દ્વિતીય), ભીયાં ગુલામ હાસમ (તૃતિય), ગઢવી જસુભાઈ સામત (ચતુર્થ) અને પાંચમા નંબરે મુતવા હાજી નઝર અલીનો અાખલો વિજેતા બન્યો હતો. તંદુરસ્ત ગાયની સ્પર્ધામાં હાલેપોત્રા આલમ મુસાની ગાય (પ્રથમ), હાલેપોત્રા લુકમાન સુમાર (દ્વિતીય),

હાલેપોત્રા મજીદ પુના (તૃતિય), હાલેપોત્રા ઇલ્યાસ સુખ્યા (ચતુર્થ) અને પાંચમા નંબરે હાલેપોત્રા હમીર ધોસમામદની ગાય રહી હતી. ભેંસની દૂધ દોહન હરીફાઇમાં આહીર લક્ષમણ ગોપાલ (પ્રથમ), મુતવા જરાર હાજી મજીદ (દ્વિતીય), નોડે હાજી કારા (તૃતિય), મુતવા અબ્દ રહેમના ગફાર (ચતુર્થ) અને પાંચમા નંબરે હાલેપોત્રા ભચાયા હાજી મહેરઅલી જયારે ગાયની દૂધ દોહન સ્પર્ધામાં હાલેપોત્રા રમજાન હાજી દિના (પ્રથમ), હાલેપોત્રા સત્તાર અમીન (દ્વિતીય), હાલેપોત્રા પુના ફધલ (તૃતિય) વિજેતા બન્યા હતા.

અા વિજેતાઅોને અનુક્રમે રૂ.8,000, રૂ.7,000, રૂ.6,000, રૂ.4000 અને રૂ.3000 રોકડ પુરસ્કાર અપાયો હોવાનું મુસાભાઇઅે જણાવ્યું હતું. અા તકે માલધારી સંગઠન પ્રમુખ સાલેમામદ હાલેપોત્રા, ઉપપ્રમુખ ફકીરમામદ જત, મંત્રી અબ્દુલા તાજન, સહમંત્રી રામજી દેવરાજ, ખજાનચી જત નુરમામદ ખમીસા વગેરે હાજર રહ્યા હતા.

અા છે બખ મલાખડાના વિજેતા સ્પર્ધકો
બખ મલાખડા હરીફાઈમાં સુમરા હુસેન આમદ (પ્રથમ), ફતેખાન ભટ્ટી (દ્વિતીય), હનીફ નોતિયાર (તૃતીય), જત ખાલિદ અલીમામદ (ચતુર્થ) વિજેતા બન્યા હતા, જેમને અનુક્રમે રૂ.7,000, રૂ.5,000, રૂ.3,000 અને 1100નો રોકડ પુરસ્કાર અાપી નવાજાયા હતા.

અન્ય સમાચારો પણ છે...