તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:લોકો ગાઇડલાઇન ભૂલ્યા : મહિના પછી કોરોનાના એક સાથે નવા 2 પોઝિટિવ કેસ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કચ્છમાં કોવિડનું પુનરાગમન : સારવાર હેઠળ વધીને 5 દર્દી
  • શ્રાવણી માહોલ વચ્ચે ભીડભાડથી કોરોનાની આડઅસરની ભીતિ

કચ્છમાં શ્રાવણ માસે ભીડભાડની કોરોના રૂપે અાડઅસર શરૂ થઈ ગઈ છે, જેમાં જુલાઈ માસ દરમિયાન બે-બે કેસો નોંધાયા બાદ અેકાદ મહિના પછી ફરી અેક સાથે નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 1 કેસ ભુજ શહેરનો છે અને 1 કેસ ભુજ તાલુકાના ગામડાનો છે, જેથી હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઅોની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે.

જિલ્લામાં અોગસ્ટ માસથી કોરોનાના દર્દીઅો વધી રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે અને બીજી બાજુ જિલ્લા વહીવટ તંત્ર દ્વારા કોરોના મુક્ત કચ્છ બતાવી દેવાયું હતું. પરંતુ, જિલ્લા વહીવટ તંત્રઅે પણ છેલ્લા ત્રણ દિવસથી સતત કોરોનાના કેસ બતાવવાનું શરૂ કરી દીધું છે. અામ, કચ્છમાં કોરોનાનું પુનરાગમન થઈ ગયાનું સ્પષ્ટ થઈ ગયું છે.

જિલ્લામાં અત્યાર સુધી કુલ 12602 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 12485 દર્દી સાજા થઈ ગયાનું બતાવાય છે. પરંતુ, કોરોનાથી અત્યાર સુધી કુલ 282ના મોતનું જુઠ્ઠાણું ચાલુ રખાયું છે, જેથી બાકીની અાંકડાકીય માહિતીની પણ વિશ્વસનીયતા ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકાઈ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...