તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાસ્થ્ય:ભુજમાં હાર્ટ એટેક સમયે પ્રાથમિક સારવારની તાલિમ લેવા લોકો ઉમટ્યાં

ભુજ14 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભુજમાં ન્યૂ સંસ્કાર નગરના સાર્વજનિક પ્લોટમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બેઝિક લાઇફ સપોર્ટ (CPR)ની તાલીમનો વર્કશોપ યોજાયો હતો, જેમાં રહેવાસીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને તાલીમનો લાભ લીધો હતો. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનાં સીઈઓ તુષારભાઈ ઠક્કર દ્વારા તાલીમ વર્કશોપમાં આપણી આસપાસ બનતા હાર્ટ એટેકનાં બનાવોમાં હોસ્પિટલ લઈ જતા પહેલા જીવન બચાવવામાં પ્રાથમિક સારવાર કેવી રીતે આપી શકાય તેની પ્રેક્ટિકલ વિસ્તૃત જાણકારી અપાઈ હતી.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલ પાલિકાનાં નગરસેવિકા સાવિત્રી જાટ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનાં કચ્છ જિલ્લાનાં ચેરમેન અરુણ જૈનનું સ્વાગત ન્યૂ સંસ્કાર નગર મંડળનાં પ્રમુખ ઇશ્વર જોશી, મંત્રી રાજુ રાજપૂત દ્વારા કરાયું હતું. નીલિમા ઠક્કર, સેજલ ભટ્ટ, નિકી જોશી, સોનલ રાજપૂતે વિચારો વ્યક્ત કર્યા હતા. ડો. એમ. પી. ઠક્કર, કિશોર ઠકકર, હીરજી વરસાણી, રમેશ વરસાણી, નારણ રાજપૂત, જયશ્રી ઠક્કર, બીના જોશી, કેતન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. રેડ ક્રોસ ટીમમાંથી વિમલ મહેતા, મીરા સાવલીયા, અવની ભાટીયા અને સુહાસ હોમરે સહકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો