તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:નિરોણાના બસ સ્ટેશન પાસે ટ્રાફિકના કારણે લોકો પરેશાન

નિરોણા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વર્ષો જૂના પ્રશ્નનો કયારે ઉકેલ આવશે તેવા ઉઠતા સવાલો
 • ટ્રાફિક તથા વાહન પાર્કિંગની સમસ્યા હલ કરવા લોકમાંગ

પાવરપટ્ટી પંથકના 10-15 ગામોના મુખ્ય મથક નિરોણાના બસ સ્ટેશન પાસે અવાર-નવાર સર્જાતી ટ્રાફિકના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે તકલીફ વેઠવવી પડી રહી છે. નિરોણામાં આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં વેપાર, રાશન તેમજ અન્ય ખરીદી માટે આવતા હોય છે. જે લોકો મન ફાવે ત્યાં વાહન પાર્ક કરી જાય છે, ઉપરાંત અહીંથી રોજ દસ-પંદર જેટલી ખાનગી, સરકારી બસો અવર-જવર કરે છે. તેના કારણે ટ્રાફિકમાં વધારો થાય છે.

સ્થાનિક પોલીસ દ્વારા સવાર તથા સાંજના સમયે આ વિસ્તારમાં એકાદ કર્મચારીને ફરજ પર મૂકવામાં આવે તો આડેધડ કરવામાં આવતી વાહન પાર્કિંગની સમસ્યા પર અંકુશ લગાવી શકાય તેમજ ટ્રાફિકમાં પણ ઘટાડો થાય શકે તેવી માંગણી સ્થાનિકોએ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષો જૂના આ પ્રશ્નનો કોઇ ઉકેલ ન આવતાં લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને ટ્રાફિકના પગલે અનેક માનવ કલાકો વેફડાય છે. વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા સાથે પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાનો નીવેડો લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો