તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:તલાટીઓના ડિજિટલ સિગ્નેચર વિના વિકાસ કામોનું પેમેન્ટ અટક્યું

ભુજ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • રાપર તાલુકા સરપંચ સંગઠનની વિકાસ કમિશનરને રાવ

રાપર તાલુકામાં 15મા નાણાપંચ અન્વયે થયેલા વિકાસ કામોના પેમેન્ટ તલાટીઓની ડિજિટલ સિગ્નેચરના અભાવે અટકી પડ્યાની રાવ ઉઠી છે. 15મા નાણાપંચની ગ્રાન્ટ જે-તે ગ્રામપંચાયતના ખાતામાં ડિસેમ્બર-2020માં જમા થઇ હતી, જેમાંથી સરપંચ અને તલાટીની ડિજિટલ સિગ્નેચર દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરવાનું હતું પરંતુ સરપંચની ડિજિટલ લીંક (કી) આવી ગઇ છે પણ તલાટીઓની વિકાસ કમિશનરે ન મોકલતાં જે કામો પૂર્ણ થઇ ગયા છે તેના પેમેન્ટ અટકી પડ્યા છે.

વધુમાં ગ્રામપંચાયતોના અન્ય વિકાસ કામો અટકી ગયા છે. જે ગ્રામપંચાયતોએ તાલુકા પંચાયતેથી ગામના વિકાસ કામોના વર્ક ઓર્ડરો મેળવી કામો પૂર્ણ કર્યા છે તેવી મોટાભાગની ગ્રામપંચાયતોમાં પૂર્ણ થયેલા કામોના ઘણા સમયથી ચુકવણા ન થતાં પંચાયતો પાયમાલી ભોગવી રહી છે. રાપર તાલુકા સરપંચ સંગઠન દ્વારા વહેલી તકે તલાટીની ડિજિટલ લીંક (કી) તાલુકાની તમામ ગ્રામપંચાયતોને મોકલી આપવા વિકાસ કમિશનર સમક્ષ લેખિત રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો