તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Payment Of Compensation From Mukhyamantri Kisan Sahay Yojana, Application Submitted By Indian Farmers Union To Taluka Centers Of Kutch

રજુઆત:મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાથી વળતર ચૂકવો, કચ્છના તાલુકા મથકોએ ભારતીય કિસાન સંઘ દ્વારા અપાયું આવેદન

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભુજ - Divya Bhaskar
ભુજ

કચ્છમાં વરસાદ ખેંચાઇ જતાં મોટા ભાગનો પાક નિષ્ફળ જવાથી આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી વળતર ચૂકવવાની માગ કરતું આવેદનપત્ર કચ્છના તાલુકા મથકોએ ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને પાઠવાયું હતું. આ અંગે કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, ધાર્યા મુજબ વરસાદ ન વરસતાં ખેતરોમાં ઊભેલો પાક સુકાઈ જતા પાક નિષ્ફળ ગયા છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને દુષ્કાળના સમયમાં આર્થિક મદદ કરવાના ઉદ્દેશ સાથે મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે જેની જોગવાઈ મુજબ અસરગ્રસ્ત તાલુકાના ખેડૂતો આર્થિક વળતર મેળવવા હકદાર બને છે.

નખત્રાણા
નખત્રાણા

યોજનાની જોગવાઇ મુજબ બે વરસાદ વચ્ચે 28 દિવસથી વધુ સમય થઈ ગયો હોય તો આર્થિક સહાય ચૂકવવાની થાય છે. મોટા ભાગના કચ્છમાં પ્રથમ વરસાદ બાદ એક મહિના કરતા વધુ સમય વીતી ગયો છે. આ સંજોગોમાં મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનામાંથી આર્થક મદદ કરાય તેવી માગ કરાઇ હતી.

નલિયા
નલિયા

ભુજમાં તાલુકા પ્રમુખ કાનજી કરસન ગાગલ, મંત્રી મનસુખ માકાણી, નખત્રાણામા પ્રમુખ પ્રાણલાલ રામજીયાણી, મંત્રી જગદીશ લીંબાણી, ભચાઉમાં તાલુકા પ્રમુખ ડાયાભાઇ ચાવડા,રાપરમાં પ્રમુખ કરસન આહિર, મંત્રી કુંભાભાઈ ચાવડા, અંજારમા તાલુકા પ્રમુખ અરજણ છાંગા, મંત્રી રાધુભાઈ મકવાણા, ઉપપ્રમુખ હરિભાઈ મ્યાત્રા, દયાપરમાં ભવાનભાઇ લિંબાણી, મણિલાલ પારસિયાની આગેવાની હેઠળ બહોળી સંખ્યામાં કિસાનો આવેદન પત્ર પાઠવવામાં જોડાયા હતા. નલિયામાં પણ અબડાસા તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદન પાઠવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...