તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવતર પહેલ:પહેલાં ભણો પછી કમાઈને ભણતરનો ખર્ચ ચૂકવો, એક રૂપિયો ફી વિના કચ્છની સંસ્થા ભણાવે છે

ભુજ3 મહિનો પહેલાલેખક: ડૉ. પૂર્વી ગોસ્વામી
  • કૉપી લિંક
  • પ્રથમ બેચના 33 વિદ્યાર્થીઓમાં મોટા ભાગની કન્યાઓ

શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવા માટે કચ્છની એક સંસ્થાએ નવતર પહેલ કરી છે. ભુજની ચાણક્ય કોલેજ ઓફ ફિઝિયોથેરપી ગુજરાતની પ્રથમ મેડિકલ કોલેજ હશે જે કોઈ પણ રીતે ફી લીધા વિના વિદ્યાર્થીઓને ડોક્ટર બનવા મદદ કરે છે. આ પહેલના કારણે જરૂરિયાતમંદ પરિવારના યુવાનો એક પણ રૂપિયાના ખર્ચ વિના અભ્યાસ કરી શકે છે. અભ્યાસ પૂર્ણ કરી લીધા બાદ જ્યારે તેઓ નોકરી-વ્યવસાય કરે ત્યારે કોઈ પણ વ્યાજ લીધા વિના નાના હપ્તાઓમાં અભ્યાસના ખર્ચની પુન:ચુકવણી કરવાની રહે છે. હાલ પ્રથમ બેચમાં 33 વિદ્યાર્થી અભ્યાસ કરે છે.

વિદ્યાર્થીઓમાં 90% કન્યા, નજીવા દરે દર્દીની સારવાર થાય છે
ફિઝિયોથેરપીના કોર્સની શરૂઆત 2016થી કરવામાં આવી હતી. કુલ વિદ્યાર્થીઓમાં 90% દીકરીઓ છે. વિદ્યાર્થિનીઓએ આજ સુધીમાં સવા લાખ લોકોને 30 થી 50 રૂપિયાના સાવ સામાન્ય દરે ફિઝિયોથેરપીની સારવાર આપી છે. સંસ્થાના ત્રિમૂર્તિ, ચેરમેન વાડીલાલભાઈ સાવલા, વાઇસ ચેરમેન સંદીપ દોશી અને મેનેજિંગ ટ્રસ્ટી પંકજભાઈ મહેતા મળીને આ કાર્ય આગળ ધપાવે છે.

‘કોરોનાકાળમાં ખડેપગે સેવા કરી હતી’
મેહવિશ મેમણ, સંસ્થાનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે જવાબદારી નિભાવે છે અને તેઓ જણાવે છેકે, ‘આ કેન્દ્ર દ્વારા ઓક્સિજન બોટલની વ્યવસ્થા, વેન્ટિલેટર બેડ, રેમડેસિવિરના ઈંજેકશન, એમ્બ્યુલન્સ જેવી બનતી તમામ વ્યવસ્થા માટે સંસ્થાએ ખડેપગે સેવા કરી હતી. આ કચ્છની એકમાત્ર એવી શિક્ષણ સંસ્થા રહી કે જેણે વેકેશનની રજા લીધા વિના સેવાકાર્ય કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...