આક્ષેપ:15 વર્ષના એરિયર્સના બદલે બે વર્ષ, 9 માસની રકમ ચુકવી

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ST નિગમ હાઇકોર્ટના આદેશને ઘોળીને પી ગયું
  • આધારો મોકલ્યા છતાં રકમ ન ચુકવાયાનો આક્ષેપ

અેસ.ટી. નિગમે હાઇકોર્ટના આદેશને ઘોળીને પી જઇ 15 વર્ષની તફાવતના અેરિયર્સની રકમના બદલે માત્ર 2 વર્ષ 9 મહિનાની રકમ ચુકવતાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે.વડી અદાલતના આદેશ મુજબ તા.18-4-82થી તા.26-10-07 સુધી 15 વર્ષના અેરિયર્સની રકમ ચુકવવાની થાય છે તેના બદલે તા.1-1-05થી તા.26-10-07 સુધીનું અેરિયર્સ તા.3-8-21ના ચેકથી ચુકવ્યું છે તેમાં પણ ગ્રેચ્યુઇટી, રજાનો પગાર વગેરે તફાવતની રકમ ચુકવી નથી. ઉપરાંત 12 વર્ષ 3 માસની તફાવતની રકમ પણ ચુકવી નથી. જે અંગે રૂબરૂ રજૂઆત કરતાં ફરીથી આધારો સાથે અરજી કરવા જણાવાયું છે.

અગાઉ પણ હાઇકોર્ટના હુકમની નકલ સાથે જરૂરી આધારો સાથે મેનેજિંગ ડાયરેક્ટર અમદાવાદ, વિભાગીય નિયામક રાજકોટને અરજીઅો કરાઇ છે તેમ છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. વધુમાં વકીલ મારફતે 4 વખત નોટિસો કરાઇ હોવા છતાં તેનો પણ જવાબ આપ્યો નથી. જો એરિયર્સની બાકી રકમના મુદ્દે નિવેડો નહીં આવે તો કોર્ટના હુકમના અનાદર અને નિગમના અધિકારીઅોની મનમાની સામે કાર્યવાહી ચિમકી માધાપરના સિનિયર સિટીઝન દિનેશ પિતામ્બર ઠક્કરે ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...