તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:‘નર્મદા કેનાલમાં થયેલા કામની તપાસ બાદ જ ચૂકવણું કરો’

ભુજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભચાઉ તાલુકા ભારતીય કિસાન સંઘે કાર્યપાલકને કરી રજૂઆત

કચ્છમાં પાણી લાવતી નર્મદાની મુખ્ય કેનાલમાં વરસાદથી થયેલા ભંગાણના રીપેરિંગ માટે યુધ્ધના ધોરણે કામગીરી કરાઇ હતી પરંતુ તેમાં નિયમોનુસાર ગુણવત્તા જળવાઇ નથી તેવા આક્ષેપ સાથે ભચાઉ તાલુકા ભારતીય કિસાન સંઘે નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેર સમક્ષ કરેલી રજૂઆતમાં કામની તપાસ કર્યા બાદ ઠેકેદારને ચૂકવણુ કરવાની માગ કરી છે.

કેનાલની અંદર ભંગાણ પડવાથી માટી અને મલબો બહાર કાઢવાનો હોય છે તે કોઇપણ જગ્યાએ કાઢવામા આવ્યો નથી. ટેન્ડરની જોગવાઇ મુજબ પાંચ વર્ષ સુધી ઓપરેશન અને મેન્ટેનન્સની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની હોય છે તે પણ યોગ્ય રીતે ન થવાથી કેનાલની બન્ને બાજુ બાવળની ઝાડીઓ ઉગી નીકળી છે. કેનાલની અંદર સેવાળ અને મલબો હોતાં અવરોધ ઉભો થાય છે. આમ ટેન્ડરની જોગવાઇ અનુસાર ઓએન્ડએમ હેઠળ કરાયેલી કામગીરીની તપાસ બાદ જ ઠેકેદારને ચૂકવણુ કરાય તેવી માગ કરાઇ હતી.

નહેરની ચેનલ નં. 133 કિલો મીટરથી 143 કિલો મીટરમાં કોન્ટ્રાક્ટરની પાંચ વર્ષની જવાબદારી પૂર્ણ થતાં નવા ટેન્ડર બહાર પડાયા છે પણ અગાઉના ઠેકેદારે મરંમતનું કામ યોગ્ય રીતે ન કર્યું હોવાથી નવા ટેન્ડર મંજૂર કરતા પહેલા આ કામગીરી જૂના ઠેકેદાર પાસે પૂર્ણ કરાવાય તેવી માગ તાલુકા પ્રમુખ ભચાભાઇ ગણેશા માતાએ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો