તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:ભુજના 5મા વોર્ડમાં ધ્યાન આપો, નહીંતર કચેરી સામે ધરણા કરાશે

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકામાં મુખ્ય અધિકારી પાસે રજુઆત બાદ ચીમકી

ભુજના વોર્ડ નંબર 5માં વિકાસ કામો થયા નથી. વારંવાર રજુઆતો છતાં ધ્યાન અપાયું નથી. જો ધ્યાન આપવામાં નહીં આવે તો કચેરીની સામે ધરણા કરશું. એવી રજુઆત સાથે મોરચાએ મુખ્ય અધિકારી પાસે રજુઆત કરી હતી.

રજુઆતમાં અઝીઝ એ. ખત્રીએ જણાવ્યું હતું કે,વોર્ડ નંબરમાંથી ચૂંટાયેલા અને નગર અધ્યક્ષા બનેલા લતાબેન સોલંકીએ વોર્ડ નંબર 5માં વિકાસ કામો કરશે એવા વચન સાથે ચૂંટાયા છે. પરંતુ, 5 વર્ષ દરમિયાન વિકાસ કામો કર્યા જ નથી. ખાસ કરીને રોડ, સફાઈ અને પાણીના પ્રશ્નો ઉકેલાયા નથી. 10 દિવસે માંડ એક વખત પાણી આવે છે. પાણીના ટેન્કર પણ આવતા નથી. 5 વર્ષ દરમિયાન અવારનવાર અરજીઓ કરી છે. પરંતુ, ધ્યાન અપાયું નથી. છેલ્લી અરજી કર્યા બાદ પણ ઉકેલ નહીં આવે તો કચેરીની સામે ધરણા કાર્યક્રમ આપશું. તેમની સાથે મોહસીન લાહેજી, હમીદ મોતા ઉપરાંત 60 જેટલી મહિલાઓ જોડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો