તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:રોડની એક બાજુ પાથરણા, બીજી તરફ લારીમાં ધંધો કરવા વ્યવસ્થા

ભુજ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભીડ અટકાવવા નગરપાલિકા એક વર્ષ બાદ જાગી
 • શાકભાજી અને ફળો વેચનારાઓને જગ્યા અપાઇ

ભુજમાં કોરોના બેકાબૂ થઈ ગયો છે, જેથી ભુજ નગરપાલિકા દ્વારા મિડલ સ્કૂલથી છઠ્ઠીબારી તરફ જતા રોડ ઉપર પાથરણા પાથરી અને સામેની બાજુ છઠ્ઠીબારીથી જૂના બસ સ્ટેશન તરફના રોડ ઉપર હાથલારી રાખીને શાકભાજી અને ફળો વેચનારાને વ્યવસ્થા કરાઈ છે.

અખબારી યાદીમાં જણાવાયું છે કે, વાણિયાવાડ વિસ્તારમાં શાકભાજી ફેરીયાઅોને માસ્ક અને સેનેટાઈઝર વિતરણ અને તેમના વચ્ચે પૂરતું સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાના હેતુથી વ્યવસ્થા કરાઈ છે, જેથી ગીચતા ટાળી શકાશે. અે માટે માર્કિંગ પણ કરવામાં અાવ્યા છે. જે વ્યવસ્થામાં ઘનશ્યામ ઠક્કર, સાત્વિક ગઢવી, ધીરેન લાલન ઉપરાંત ભુજ શહેર ટ્રાફિક પી.અેસ.અાઈ. જે.અેમ. જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, લહેરી બારોટ સહિતના પોલીસ જવાનો જોડાયા હતા. જ્યારે સંગઠનના રાજેશ દાવડા, મહમદ લાભા, મયુર ગોર, વિમલ ચાૈહાણ સાથે રખાયા હતા. સમગ્ર વ્યવસ્થા સેનિટેશન શાખાના મિલન ઠક્કર, સુરેશ ચાંદુઅે સંભાળી હતી.

કોરોનાએ આખા શહેરને બાનમાં લીધો છે ત્યારે હવે પાલિકા તંત્ર જાગ્યું છે.ટૂંકમાં કોરોનાના અેક વર્ષ બાદ પણ નગરપાલિકાને સંક્રમણ અટકાવવાની વ્યવસ્થા ગોઠવવાનું યાદ અાવ્યું છે. જોકે, કામગીરી અને ગોઠવાયેલી વ્યવસ્થાને બદલે નગરસેવકો ઊભા હોય અેવા ફોટા પાડી મોકલી દેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો