અભિનંદન:પાટીલે કચ્છ ભાજપ પ્રમુખ પટેલને યશસ્વી કામગીરી બદલ બિરદાવ્યા

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રવાદની વિચારધારા પર આગળ વધવા પ્રેરણા આપી

ભારતીય જનતા પાર્ટીની પરંપરાને જીવંત અને ઉજ્જવળ બનાવી, પ્રદેશ અને રાષ્ટ્રીય સંગઠનની અપેક્ષાને સાકાર બનવવામાં નિષ્ઠા પૂર્વક પ્રયાસ કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યશસ્વી બનવા બદલ તથા ગત એક વર્ષ જિલ્લા અધ્યક્ષ તરીકે દ્વિતીય કાર્યકાળનો પ્રથમ વર્ષ પૂર્ણ કરવા બદલ કેશુભાઈ પટેલ ને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે અભિનંદન પાઠવ્યા હતા.

તાજેતરમાં યોજાયેલી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પક્ષની પરંપરાને આગળ વધારતા સખત મહેનત અને પરિશ્રમને કારણે જ સફળતા મળી છે, એક વર્ષમાં અનેક જવાબદારીઓ વહન કરી છે. એક બાજુ કાર્યકરને સંગઠન સાથે જોડવાની મહત્વપૂર્ણ જવાબદારી તો સાથે સાથે પ્રત્યેક કાર્યકરને સાચા અર્થમાં સમાજસેવી બનાવી પક્ષના જનાધારમાં ન માત્ર વધારો કર્યો છે, પરંતુ સાથે પ્રજાના પક્ષ પ્રત્યેના જોડાણને દીર્ઘકાલીન મજબૂતાઇ આપવાનું કામ કર્યું હોવાની સક્ષમતા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

રાષ્ટ્ર નિર્માણ માટેની ફરજ બજાવતા આપણે ચાલતા રહેવું છે, તો રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના જણાવ્યા મુજબ જ્યાં હજી પણ અંધારું છે, ત્યાં દીપ પ્રગટાવી પ્રકાશ ફેલાવવાનો છે. જૂના ઘડાયેલા કાર્યકર્તા તેમજ ભૂતપૂર્વ પ્રમુખ અને જેણે નાની મોટી જવાબદારી સંભાળી હોય તેને સાથે લઈને કાર્યની ગતિ વધારવાની સલાહ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...