તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાયે તો જાયે કહાં:દવાની કિંમતમાં અસમાનતાથી દર્દીઓનો મરો, રેમડેસિવિર ઇન્જેક્શન 2800થી 5400ની કિંમતે વેચાય છે!

ભુજ4 મહિનો પહેલાલેખક: જયદીપ વૈષ્ણવ
 • કૉપી લિંક
 • અલગ-અલગ કંપનીના ઇન્જેક્શન તેમજ ટેબ્લેટની વેચાણ કિમતમાં બેવડો ફરક !
 • કોવિડને આનુષાંગિક સારવારમાં પણ નફાખોરીનું ચિત્ર

લોકો દવાની ખરીદીમાં લૂંટાય નહીં તે માટે સરકારે જનરિક દવાઓ સાથેના જન ઔષધિ કેન્દ્રો શરૂ કર્યાં છે જ્યાં બ્રાન્ડેડ દવાની તુલનાએ અતિશય વાજબી ભાવે દવા મળે છે. સામાન્ય સ્થિતિ હોય ત્યાં સુધી દર્દી આ પ્રકારના મેડિકલ સ્ટોર પર દવા લે છે પણ હાલે વૈશ્વિક મહામારી એવા કોરોનાની સારવારમાં અપાતા ઇન્જેક્શન અને દવાઓમાં અલગ અલગ કંપનીઓની એકજ રાસાયણિક તત્વ ધરાવતી દવાઓની કિંમતમાં પણ જમીન આસમાનનો ફરક જોવા મળે છે જેને લઇને સરવાળે દર્દીનો જ મરો થાય છે.કોવિડના દર્દીને વિના મૂલ્યે સારવાર મળે તે માટે સરકારે ખાસ હોસ્પિટલો શરૂ કરી છે

જ્યાં દર્દીને ભલે રૂપિયા ચૂકવવાના નથી હોતા પણ તેનો ખર્ચ સરકારની તિજોરીમાંથી ઉધારાય છે અને પરોક્ષ રીતે તેનું આર્થિક ભારણ લોકો પર જ આવે છે. સરકારી ન હોય તેવી ખાનગી હોસ્પિટલોમાં પણ હવે કોવિડની સારવાર માટે કેટલીક શરતોને આધિન સારવારની છૂટ અપાઇ છે. કોરોનાની સારવાર માટે અક્સીર મનાતા રેમડેસિવિર ઇન્જેક્શન અને ફેવિપીરાવીર નામના તત્વ સાથેની દવાઓનું વેચાણ અલગ અલગ કંપનીઓ કરી રહી છે જેમાં દવાનું તત્વ તો સરખું જ હોય છે પણ તેની વેચાણ કિમતમાં બહુ મોટો તફાવત જોવા મળે છે.

રેમડેસિવિર ઇન્જેક્શનના અલગ અલગ ભાવથી સરવાળે કોરોનાગ્રસ્ત લૂંટાય છે
કોરોનાના દર્દીને તબીબની સલાહ અનુસાર જરૂર હોય તો રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવે છે. ઓછામા ઓછ છ ઇન્જેક્શનનો કોર્સ છે. જે કંપનીઓ આ ઇન્જેક્શન વેચે છે તેને એકમાત્ર ગ્લેન્ડ ફાર્મા નામની કંપની રો મટેરિયલ પૂરું પાડે છે. રેમડેસિવિર નામનું તત્વ વાયરસના આરએનએને બેઅસર કરે છે જેને લઇને આ ઇન્જેક્શન અકસીર મનાઇ રહ્યા છે. 20 એમએલ સાથેના એક વાયલની કિમત અચંબામાં મૂકે તેવી છે. ઝાયડસ કંપની દ્વારા વેચાતા આ ઇન્જેક્શનની કિંમત 2800 રૂપિયા, સિપ્લાના 4 હજાર, સન ફાર્માના 4700, હેટેરો અને ડો. રેડ્ડી ફાર્મા કંપની દ્વારા આ જ ઇન્જેક્શન 5400 રૂપિયામાં વેચાય છે.

ફેવિપીરાવીર ટેબ્લેટની વેચાણ કિંમતમાં મોટો તફાવત
ગંભીર પ્રકારના ન હોય તેવા દર્દીને ફેવિપીરાવીર નામના તત્વ સાથેની 200 અને 400 મીલિગ્રામ સાથેની ટેબ્લેટ કે કેપ્સ્યૂલ અપાય છે જેનો 34 ગોળીનો કોર્સ કરવાનો રહે છે. આ દવાની કિમતમાં પણ એકથી બીજી કંપની વચ્ચે દોઢથી બે ગણી કિંમત લેવાય છે. કચ્છ કેમિસ્ટ કાઉન્સિલના મંત્રી કીરીટ પલણના જણાવ્યા મુજબ કોરોનાની શરૂઆતમાં આ દવા પાછી નહીં લેવાય તેવી શરતે કંપનીઓ હોલ સેલર્સને આપતી હતી. દરમિયાન કોરોના ફાટી નીકળતાં હવે એ જ કંપનીઓ કોવિડ હોસ્પિટલ કે રિટેઇલરને 10થી 60 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપી રહી છે અને હોલસેલર્સ પાસે પણ માલ પાછો ન લેવાની કોઇ શરતો મૂકતી નથી.

ઓક્સિમીટર અને થર્મલ ગનના ભાવ બ્રાન્ડ મુજબ જુદા જુદા લેવાય છે
ઘરમાં રહીને કોરોનાની સારવાર લેતા દર્દીને ઓક્સિમીટર લઇ લેવાની સલાહ અપાય છે. સૂત્રોનું માનીએ તો આ ઉપકરણની પડતર કિંમત 150થી 250 રૂપિયા છે પણ અલગ અલગ બ્રાન્ડ લાગી જતાં 800થી 2500 રૂપિયામાં વેચાય છે. આવીજ રીતે તાવ છે કે નહીં તે ચકાસવા માટેની થર્મલ ગનની પડતર કિંમત 600થી 900 જેટલી થવા જાય છે પણ ગ્રાહક સુધી પહોંચતાં એમઆરપી 1000થી 3500 જેટલી થઇ જાય છે.

વેચાણ કિમત પર સરકાર મંજૂરીની મહોર મારે છે
દવાની કંપનીને પોતાની બ્રાન્ડ બજારમાં મૂકતાં પહેલાં તેની વેચાણ કિંમત શું હશે તેની જાણ નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીને કરવાની રહે છે. આ સંસ્થા દ્વારા મંજૂરીની મહોર મળે પછી જ દવાનું જે તે એમઆરપી સાથે વેચાણ કરી શકાય છે ત્યારે કોરોનાની સારવાર માટે અપાતી મોંઘીદાટ દવાઓની કિમતોમાં જમીન આસમાનનો તફાવત છે તે વિશે ઓથોરિટી અજાણ હશે કે શું તેવો સવાલ પેદા થાય છે.

આનુષાંગિક દવાઓમાં પણ એ જ તાલ
કોરોના દરમિયાન તાવ માટે ચડાવાતી પેરાસિટામોલની બોટલ હોસ્પિટલોને 32થી 65 રૂપિયામાં પડે છે જ્યારે દર્દી પાસે તેની એમઆરપી મુજબ 209થી 465 રૂપિયા જેટલી કિમત વસૂલાય છે. નફાનો આટલો મોટો ગાળો મેળવતી હોસ્પિટલોના મેડિકલ સ્ટોર 10 ટકા ડિસ્કાઉન્ટ આપીને દર્દી પર જાણે ઉપકાર કરતા હોય તેમ હાથ રાખે છે. બોટલ ચડાવવા માટે જરૂરી એવા આઇવી સેટની પડતર કિમત 7થી 20 રૂપિયા છે જેના પર એમઆરપી 100થી 250 રૂપિયા જેટલી છપાય છે.

ભુજની ખાનગી હોસ્પિ.માં સપ્તાહના એક લાખ ચૂકવ્યા
દવા બજારની ન સમજાય તેવી વેચાણ પધ્ધતિને લઇને ખાનગી હોસ્પિટલમાં કોવિડની સારવાર ખર્ચાળ સાબિત થઇ રહી છે. ભુજના જ એક દર્દીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, તેણે સ્થાનિકે ખાનગી હોસ્પિટલમાં એક સપ્તાહની સારવાર લીધી હતી જેના એક લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ ખર્ચમાં 50 હજાર રૂપિયા દવાના જ થયા હતા. જો કે, તેમણે સારવાર પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો