તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દબાણ:સુમરાસર શેખમાં ચરિયાણ, સરકારી જમીન પર દબાણ

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા અગાઉ અતિક્રમણ દૂર કરાયા બાદ જૈસે થે
  • ગ્રામપંચાયત દ્વારા ઠરાવ છતાં અમલવારી ન કરાઇ

ભુજ તાલુકાના સુમરાસર શેખમાં 600 એકર ગૌચર અને સરકારી ટ્રાવર્સની જમીન પરનું દબાણ દુર કરવા કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરાઇ છે.સુમરાસર શેખમાં કેટલાક માથાભારે શખ્સો દ્વારા ચરિયાણ જમીન અને સરકારી ટાવર્સની જમીન ખેડી વાવેતર કરે છે. લોકો દ્વારા મકાન બાંધી, બોર બનાવી ખેતી કરવામાં આવી રહી છે. વધુમાં સરકારી જમીન પર વાડા બનાવી દેવાયા છે. ગામની મોટાભાગની ગૌચર જમીન ખેડી નખાતા હવે ગાયો માટે ચરિયાણ વિસ્તાર નથી. ગ્રામપંચાયત દ્વારા પણ તા.13/7ના મળેલી સામાન્ય સભામાં ગૌચર પરનું દબાણ દુર કરવાનો ઠરાવ પસાર કરાયો છે

પરંતુ તેની અમલવારી આજદિન સુધી કરાઇ ન હોવાના આક્ષેપ સાથે વાલજી આહીર સહિત ગ્રામજનો દ્વારા દબાણ દુર કરવા માટે કલેક્ટરને લેખિત રજૂઆત કરાઇ છે. તેમણે જણાવ્યું છે કે 600 એકર ગૌચર અને સરકારી ટ્રાવર્સની જમીન પર દબાણ થઇ ગયું છે. લોકોએ ચરિયાણ જમીન પણ નથી મુકી. ગ્રામજનોના જણાવ્યા મુજબ અગાઉ લોકો દ્વારા ગૌચર પર કરાયેલું દબાણ તંત્ર દ્વારા દુર કરાયું હતું પરંતુ હાલે પરિસ્થિતિ જૈસે થે છે. વહેલી તકે આ દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો