તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:લોકડાઉન ભંગના ગુના બદલ 15 હજાર લોકોના પાસપોર્ટના કામો અટકયા

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જાહેરનામા ભંગ બદલ થયેલા કેસો થતા પોલીસ વેરિફિકેશન અટકી જવાની ભીતિ

ગત વર્ષથી શરુ થયેલી કોરોના મહામારીએ માનવ જીંદગીને પરેશાન કરી નાખ્યા છે, સરકાર તરફથી લોકડાઊન અને અનલોકડાઊન સહિતના જાહેરનામા પ્રસિદ્ધ કરાયા છે જે બદલ પશ્ચિમ કચ્છમાં ગત વર્ષથી હાલ સુધી ૧૫ હજાર જેટલા સોકો સામે કેસ નોંધાયા છે અને તેમને પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશનની કામગીરી અટકયા છે.પાસપોર્ટ મેળવવા માટે પોલીસ વેરીફિકેશન કરવું પડે છે, ગુનો નોંધાયેલ હોય તો પોલીસ વેરિફિકેશન થતું નથી અને પાસપોર્ટની કામગીરી આગળ વધી શકતી નથી. ત્યારે ગત વર્ષથી આ વર્ષ સુધી પંદર હજાર જેટલા લોકો સામે જાહેરનામા ભંગના ગુના નોંધાયેલા છે જેથી આ તમામ લોકોની પાસપોર્ટની કામગીરી અટકી ગઈ છે.

જાહેરનામા ભંગના ગુનાને લોકો બહુ જ સામાન્ય તરીકે ગણે છે પરંતુ જેમની સામે આ ગુના નોંધાયા છે તેમને પાસપોર્ટ કઢાવવા તેમજ વિદેશ જવા તેમજ નોકરી માટે પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ મેળવવા સહિતના કામો અટકી જશે. આ કેસોનો નિકાલ નહીં થાય ત્યાં સુધી તેમને કોઈ કલિયરન્સ નહીં મળે. કોરોનાની શરૂઆત થઈ ત્યારે લોકડાઊન જાહેર કરાયું હતું, બાદમાં સરકાર તરફથી થોડી છૂટછાટ આપવામાં આવી હતી.

જોકે જાહેરનામા ભંગનો ગુનો કરવા બદલ પોલીસ તરફથી અટકાયત કરવામાં આવી હતી અને ૧૮૮નો ગુનો દાખલ કરવામાં આવ્યોહતો. સામાન્ય કેસ ઘણી લોકો ગંભીરતાથી લેતા ન હોવાથી તેમના પાસપોર્ટ ક્લિયરન્સ અને ચારિત્ર્ય અંગેના પ્રમાણપત્ર નેગેટિવ શેરો પર આવી શકે તેમ છે અને કામગીરી અટકી જાય છે.

રાજયમા સૌથી વધુ ગુના ભુજ બી ડિવિઝનમાં નોંધાયા
લોકડાઊનની ની શરૂઆત થઈ ત્યારે પોલીસ તરફથી આકરા પગલાં ભરવામાં આવી રહ્યા હતા. પશ્ચિમ કચ્છમાં સેંકડો લોકો પર જાહેરનામા ભંગના ગુના દાખલ કરાયા હતા પણ ભુજના બી ડિવિઝન પોલીસ મથકમાં ગુજરાત રાજ્યમાં સૌથી વધુ જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...