હડતાળ સમેટાઈ:જિલ્લા બહારથી આવતી એસટીની 50 બસોના મુસાફર રઝળતા બચ્યા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કલેકટર, અેસ.પી. દ્વારા સંચાલન ચાલુ રાખવાની સજ્જડ તૈયારી થઈ હતી
  • સંકલન સમિતિ જોડે સરકારની બેઠક બાદ સમાધાનથી હડતાળ સમેટાઈ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના માન્ય ત્રણેય સંગઠનોઅે પડતર માંગણી ન સંતોષાતા 20મી અોકટોબરની મધ્યરાત્રિથી અેક સામટા માસ સી.અેલ. મૂકવાના હતા, જેથી કચ્છમાં જિલ્લા બહારથી અાવતી 50 અેક્સપ્રેસ બસોના પૈડા થંભી થવાના હતા અને મુસાફરો રઝળી પડવાની શક્યતા હતા. પરંતુ, સંકલન સમિતિની સરકાર સાથેની છેલ્લી બેઠકમાં સમાધાન થઈ ગયું છે, જેથી સંચાલન રાબેતા મુજબ ચાલુ રહેશે.

પ્રાપ્ત વિગતો મુજબ સમાધાન માટે સંકલન સમિતિ અને સરકારની બેઠક પડી ભાંગે તો તાત્કાલિક કલેકટર અને જિલ્લા પોલીસ વડાનો સંપર્ક સાધી પોલીસ બંદોબસ્ત મેળવી સંચાલનમાં રૂકાવટ ન થાય અેની સરકારે પૂરેપૂરી તૈયારી રાખી હતી. જેનો મધ્યસ્થ કચેરીઅે વિભાગીય નિયામકને પરિપત્રથી અાદેશ પણ અાપી દીધો હતો, જેમાં જણાવાયું હતું કે, નિયમો અનુસાર હડતાળ અનુસંધાને સામૂહિક રજાનો રિપોર્ટ મંજુર કરી શકાય નહીં. જે નામંજુર કરી સંબંધિત કર્મચારીને જાણ કરવા પણ કહી દેવાયું હતું.

અામ છતાં કોઇ રજામાં જાય તો શિસ્તભંગ હેઠળ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવા પણ કહી દેવાયું હતું.કચ્છ અેસ.ટી. વિભાગીય નિયામક વાય. કે. પટેલનો સંપર્ક સાધી સ્થિતિ પૂછતા તેમણે જણાવ્યું હતું કે, અેવી સ્થિતિ નહીં અાવે. લોકલ બસો તો 10 વાગ્યા પહેલા ડેપોમાં પહોંચી જતી હોય છે. સંભવિત સ્થિતિઅે જિલ્લા બહારથી 50 જેટલી અેક્સપ્રેસ બસોને નજીકના ડેપો સુધી લઈ જવાશે. ભારતીય મજદુર સંઘના પ્રદેશ મંત્રી લોકેશ નાકરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, સંકલન સમિતિ અને સરકાર સાથેની બેઠકમાં મોટાભાગની શરતો સ્વીકારી લેવાઈ છે, જેથી હાલ પૂરતી હડતાળ માૈકૂફ રાખવામાં અાવી છે, જેથી કોઈ માસ સી.અેલ. મૂકવાના નથી.

અન્ય સમાચારો પણ છે...