વીજ કરંટ:નખત્રાણામાં પાણીના હીટરના કરંટ લાગવાથી પરિણીતાનું મોત

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાના બન્ને હાથ હીટર સાથે ચોટી જતા ફાટી ગયા

નખત્રાણાના મણીનગરમાં પાણી ગરમ કરતી વખતે હીટરમાંથી વીજ આચકા લાગતાં પશ્ચિમ બંગાળની 22 વર્ષીય પરિણીતાનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતુ઼.

મુળ રોજારી પશ્ચિમ બંગાળના અને હાલ જડોદર પાસેની કંપનીમાં ઇન્જીનીયર તરીકે કામ કરતા શુભાજી શંકરભાઇ પટેલએ પોલીસને જણાવ્યું હતું કે, બનાવ સોમવારે સાંજે સાત વાગ્યા પહેલા કોઇ પણ સમયે બન્યો હતો. નખત્રાણા ખાતેના મણીનગરમાં આવેલા તેમના કબજાના મકાનમાં તેમની પત્ની શિવાલીબેન શુભાજી શંકરભાઈ પટેલ ઇલેક્ટ્રીક હીટરથી પાણી ગરમ કરી રહ્યા હતા ત્યારે વીજ કરંટથી તેમના બે હાથ હીટર સાથે ચીપકી ગયા હતા. અને બન્ને હાથ ફાટી ગયા હતા. બનાવ સંદર્ભે શુભાજી પટેલને તેમના મિત્રનો ફોન આવ્યો હતો કે, તમારા ઘરમાં કાંઈક બનાવ બનેલ છે. દરમિયાન તપાસ કરતાં બાથરૂમમાં શિવાલીબેનના હાથમાં પાણી ગરમ કરવાનું હીટર સાથે જોડાયેલા હતા જેથી તાત્કાલિક નખત્રાણા સીએચસીમાં ખસેડતાં જ્યાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કર્યા હતા. નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇને આગળની તપાસ નખત્રાણા સીપીઆઈ એ.સી.પટેલે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...