હુમલો:માધાપરમાં રહેતી પરિણિતાને પતિઅે માર મારતાં ઇજાગ્રસ્ત

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી પારિવારિક કંકાશ અને મારકૂટના બનાવો વધી ગયા છે. દરરોજ જિલ્લાના શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં દાંપત્યજીવનમાં વિખવાદના કિસ્સા સામે આવે છે, ત્યાં માધાપર નવાવાસમાં રહેતી પરિણિતાને તેના પતિઅે જ મારકુટ કરતા ગંભીર ઇજાઅો પહોંચી હતી.

ઇજાગ્રસ્તને સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ જાનકીબેન મનજીભાઇ ગામી (ઉ.વ.27) ને સવારે બારેક વાગ્યાના અરસામાં શીવમ પાર્ક માર્ગ પર તેના પતિ ચીંતન ગોસ્વામીઅે મારકુટ કરતા ઇજાઅો પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બનાવ અંગે માધાપર પોલીસે અાગળની તજવીજ હાથ ધરી હતી. પરિણિતાનું પાંચ વર્ષનું લગ્નગાળો હોવાનું હોસ્પિટલ ચોકીઅે નોંધાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...