તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનસિક ત્રાસ:પરિણીતાનો 3 વખત ગર્ભપાત કરાવ્યો, ગાંડી કહી, તરછોડી દેવાતા ફોજદારી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પતિ અને સાસરિયા અવાર-નવાર મેણાટોણા મારી માનસિક ત્રાસ આપ્યો

ભુજની જૂની રાવલવાડીમાં ગરબી ચોક પાસે રહેતી સ્ત્રીઅે પોતાના પતિઅે ત્રણ વખત ગર્ભપાત કરાવી તેમજ સાસુ-સસરા અને અમદાવાદ સ્થિત રહેતી નણંદે મેણાટોણા મારી ગાંડી હોવાનું કહી તરછોડી દેતા બી ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાઇ હતી. પતિ અને સાસરિયા અવાર નવાર માનસિક-શારીરિક ત્રાસ અાપતા હોવાથી પોતાના પિતાના ઘરે ગયા બાદ છૂટાછેડા લેવા માટે બળજબરી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, લક્ષમીબેન વિશાલભાઇ પટ્ટણી (રહે. ભુજ)વાળાઅે બી ડિવિઝન પોલીસ મથકે પતિ વિશાલ ગોપાલભાઇ પટણી, ગોપાલભાઇ પટણી અને ગીતાબેન ગોપાલભાઇ પટણી અને અમદાવાદ રહેતી નણંદ જ્યોત્સનાબેન યોગેશભાઇ પટણી સામે ફોજદારી નોંધાવી હતી. ફરિયાદીના પતિઅે લગ્ન જીવન દરમિયાન ત્રણ વખત ગોળીઅો ખવડાવી ગર્ભપાત કરાવી તેમજ સાસુ-સસરા અને નણંદે માનસિક બિમાર છો તેમજ ગાંડી છો તેમ કહી અવાર નવાર મેણા ટોણા મારતા હતા.

સાસરીયાના ત્રાસથી ફરિયાદી કંટાળી પોતાના પિતાના ઘરે રોકાવવા અાવી હતી બાદમાં પતિઅે મેસેજ મારફતે તલાક લેવા માટે બળજબરી કરી હતી. ફરિયાદી સાસરીયા અને પતિના ત્રાસથી કંટાળી ફોજદારી નોંધાવી હતી.

પતિ ખુદ જ સોશિયલ મીડિયામાં મેસેજ કરી બદનામ કરતો
ફરિયાદી લક્ષમીબેનને ફોનનો ઉપયોગ કરતા અાવડતો ન હતો, તેનો પતિ મોબાઇલમાં ફેસબુક, વ્હોટસઅેપ અને ઇન્સ્ટાગ્રામમાં અાઇડી બનાવી લોકોને મેસેજ કરતો હતો. ફરિયાદી પત્નીને ફોનનો ઉપયોગ કરવા અંગે કોઇ માહિતી ન હોવા છતાંય સમાજમાં બદનામ કરવા માટે અા કાવતરુ ઘડયું હતું.

અન્ય સમાચારો પણ છે...